________________
રાસ શબ્દપ્રયોગ વર્ણનાત્મક કાવ્ય પ્રકારના સંદર્ભમાં કે ઢાળબદ્ધ રચનાના અર્થમાં છે તો ‘નિર્વાણ’ શબ્દપ્રયોગ જીવનના અંતકાળના સંદર્ભમાં રહેલો છે. ઉદા. જોઈએ તો - કવિ સુખસાગરના વૃદ્ધિવિજય નિર્વાણ રાસ, વિચલ વિજય કૃત વિજયપ્રભસૂરિ નિર્વાણ, વિજયદેવસૂરિ નિર્વાણ, વિજયસિંહસૂરી નિર્વાણ સ્વાધ્યાય કવિ વીરવિજય વિજયાણંદસૂરિ નિર્વાણ
સજ્ઝાય.
જૈન સાહિત્યમાં ગુરુ-શિષ્યની પરંપરામાં ગુરુ ભક્તિ, ઉપકાર અને કૃપાપાત્ર બનીને શિષ્યો-પ્રશિષ્યોએ ગુરુના જીવન અને કાર્યનો ચરિત્રાત્મક પરિચય કરાવ્યો છે. જૈન સાહિત્ય ચરિત્રોની દૃષ્ટિએ અતિ સમૃદ્ધ છે. તેના દ્વારા માત્ર ચરિત્રનો પરિચય થતો નથી પણ ઐતિહાસિક અને આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. આ કાવ્ય પ્રકારની રચનાઓ ભક્તોને ગુરુભક્તિ નિમિત્તે પઠન-પાઠન દ્વારા જીવન ઘડતરમાં પ્રેરણારૂપ બને છે.
અત્રે નમૂના રૂપે કૃતિઓનો પરિચય કરાવ્યો છે. તેમાં કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો દેશીઓનો પ્રયોગ કરીને ગેય રચના તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. મહાત્માઓના જીવનના પ્રસંગોનું ક્રમિક નિરૂપણ જીવનની વાસ્તવિકતાની સાથે ધર્મપુરૂષાર્થની સાધનાનું નમૂનારૂપ દેષ્ટાંત હૃદયસ્પર્શી બને છે.
‘‘જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસ'' – મુનિ સમયપ્રમોદ સત્તરમી સદીના મધ્યકાળમાં થયા હતા. પૂ. શ્રી સમયપ્રમોદ ખરતરગચ્છના જ્ઞાન વિલાસના શિષ્ય હતા. પૂ.શ્રીએ જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસની રચના સં. ૧૬૭૦માં ૭૦ કડીમાં કરી હતી. તેમાં મુખ્યત્વે જિનચંદ્રસૂરિ પ્રત્યેની ગુરુભક્તિ દ્વારા એમનાં ગુણગાન ગાવામાં આવ્યા છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી
છે.
૨.
આદિ -
ગુણનિધાન ગુણપાય નમી, વાગવાંણિ આધારિ યુગપ્રધાન નિરવાણની, મહિમા કહિસિ વિચાર. (૧)
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org