________________
યુગપ્રધાન જંગમ જતિ, ગિરુઆ ગુણે ગંભીર, શ્રી જિનચંદ સૂરિર્દ વર, થુરિ ઘોરી ધર્મવીર. (૨) સંવત પણર પચાનૂયે રીહડકુલ અવતાર શ્રીવંત સિરિયાદે ધર્યો, સુત્ત સુરતાણ કુમાર. (૩)
અંત -
સુખકારી હો યુગવર નામે જયજયકાર. હીરવિજયસૂરિ નિર્વાણ રાસ
૧૭મી સદીના તપગચ્છ હર્ષાણંદવિજયના શિષ્ય વિવેકહર્ષ મુનિએ હીરવિજયસૂરી નિર્વાણ રાસની રચના ૧૦૧ કડી પ્રમાણ સં. ૧૬૫૨માં કરી છે. જૈન સાહિત્યના ઈતિહાસમાં હીરયુગ તરીકે પૂ.શ્રીનું નામ વિખ્યાત છે. જૈન ધર્મનો ‘અહિંસા પરમો ધર્મ' નો મહિમા ચરિતાર્થ કરીને શાસન પ્રભાવક આચાર્ય તરીકે અમર કીર્તિ પ્રાપ્ત કરી છે. આ કવિના જીવન અને કાર્ય વિશે વિવિધ પ્રકારની કૃતિઓ રચાઈ છે તેમાં પૂ.શ્રીના જીવનના સંદર્ભમાં નિર્વાણ રાસની રચના પણ નોંધપાત્ર છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે.
૩. આદિ -
-
ઈમ ચિંતી મનહ મઝારિ એ, પાટણથી કરઈં વિહાર એ, ગણધાર એ, રાજનગર પધારીઆ રે. (૧) શાહજાદઉં શાહમુરાદ એ હીરનંઈ વંદઈ અતી આલ્હાદએ પ્રસાદએ, માગઈ હીરજીની દુઆ ઘણી. (૨)
અંત -
જયઉ જયઉ જયગુરુ પટધારો શ્રી હીરવિજય ગણધારજી સાહ અકબર દરગાહમાં જિણિ પામ્યો જયજયકારજી. જય. જિહાં લગિ મેરૂ મહીધરો, જિહાં લગિ ગિરવરની રાશિ રે ચિત્ત પ્રતપઉ ગુરુ ગચ્છધણી શ્રી વિજયસેનસૂરીસજી. જય હીર પટોધર ઉગિઉ પ્રગટ પ્રતાપીસૂરજી
Jain Education International
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org