________________
કુમતિતિમિર દુરઈં કરઈ ભવિઅણ સુખ ભરપૂરજી. જય. વીજાપુર વરનયરમાં પાંડવ નયન વરીસજી રે હર્ષ આનંદ વિબુધતણો, સીસ દીઈ આસીસ. વિવેક હર્ષ કહઈં સીસજી રે. જય
વિજયસેનસૂરિ નિર્વાણ સજ્ઝાય
૧૭મી સદીના તપગચ્છના કવિ કીર્તિવિજયજીએ ૪૭ કડીમાં આ રચના કરી છે. કવિએ વિજયસેનસૂરિનો મહિમા દર્શાવીને ગુરુભક્તિનો પરિચય કરાવ્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે.
૪.
આદિ -
સરસતિ ભગવતિ ચિત ધરી રે, પ્રણમી નિજગુરુ પાય રે હીર પટોધર ગાયતાં રે મુઝ મનિ આણંદ થાય રે તું મનમોહન જેસંગજી રે.
અંત -
હીર પટોધર સંઘ સુખકર વિજયસેન સૂરીસરો મેં ઘુણ્યો સૂર સવાઈ અવિચલ બિરૂદ મહિમા મંદિરો જસ પાટિ પ્રગટ પ્રતાપ દીપે વિજય દેવ દિવા કરો
કાનજી પંડિત સીસ કીરતિવિજય વંછિત કરો. (૩/૧૭૬)
‘સઝાય તો સાધુની' એવી ઉક્તિ પ્રચલિત છે. તેનો પરિચય ગુરુભક્તિ - ગુરુકૃપા અને ગુરુ ઉપકારને ચરિતાર્થ કરતી રચનાઓ નિર્વાણ સાથે સજ્ઝાય નામને સાર્થક કરે છે.
૧૭મી સદીના કવિ વિદ્યાચંદે શ્રી વિજયસેનસૂરિનિર્વાણ રાસની રચના ૫૭ કડી પ્રમાણ સં. ૧૬૭૧ની આસપાસ કરી છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
સરસતિ મતિધઉ નિરમલી મુખિઘઉં વચનવિલાસ, ગાઉં તપગચ્છ-રાજવી વિજયસેન ગુણ રાશિ. (૧)
Jain Education International
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org