________________
(
૧. કુલક
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. સંસ્કૃત ભાષામાં કુલક પ્રકારની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. જૈન કવિઓએ ગુજરાતી ભાષામાં વિવિધ કુલક રચનાઓ કરી છે. કુલકનો અર્થ કુલ - ટોટલ, જથ્થો, સમૂહ થાય છે એટલે કોઈ એક વિષયની સંખ્યામૂલક કાવ્યની રચના.
“કુલક સંજ્ઞાવાળી કૃતિઓનો વિષય ચરિત્રાત્મક અને જૈન દર્શનના સિદ્ધાંતો સાથે સંબંધ ધરાવે છે. કુલકનો શબ્દાર્થ સંખ્યાવાચક સમૂહ છે પણ તેનો ભાવાર્થ શાસ્ત્રીય વિચારોનો સંક્ષિપ્ત પરિચયવાળી રચના. આ પ્રકારની કૃતિઓ પ્રાકૃત અને અપભ્રંશમાં વિશેષ છે.
કુલક કાવ્યોનો પરિચય
(પ્રાકૃત ભાષા) જૈન સાહિત્યમાં કુલક પ્રકારની કાવ્ય કૃતિઓ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશનું એક વિશિષ્ટ લક્ષણ સર્વ સામાન્ય ગણાય છે. ધર્મ આત્મ કલ્યાણ માટે છે એટલે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપદેશની વિગતો પ્રાપ્ત થાય છે. | ગુજરાતી ભાષામાં કુલક રચનાઓ થઈ છે. તેનું મૂળ પ્રાકૃત કુલક કાવ્યો
૧. આગમોદ્ધારક આચાર્ય આનંદસાગરસૂરિએ પૂર્વાચાર્યો વિરચિત કુલકોની પ્રેસ કોપીઓ કરાવી હતી. ત્યારપછી પૂ.શ્રીના પટ્ટધર અને ગચ્છાધિપતિ આગમ શાસ્ત્રના પ્રકાંડ પંડિત માણિક્યસાગરસૂરિજીએ આ હસ્તપ્રતોનો અભ્યાસ કરીને જે કુલક કાવ્યો અમુદ્રિત હતાં તેનું સં. ૨૦૧૫માં કુલકરન્દ્રોહનામથી પ્રકાશન કર્યું હતું. તેમાં ૧૬ કુલક કાવ્યોનો સંચય થયો છે. તેની સૂચિ નીચે મુજબ છે.
- ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org