________________
પાડીને કાયાનગરીમાં વસાવી એમને કારભારી બનાવી દીધા - માયા રાણી સાથે ભોગવિલાસમાં ડૂબેલા રાજાને કેદમાં પૂરી મન સર્વ સત્તાધીશ બની બેઠું અને પોતાની માનીતી રાણી પ્રવૃત્તિના પુત્ર મોહને રાજા બનાવ્યો તથા અણમાનીતી નિવૃત્તિના પુત્ર વિવેકને દેશવટો આપ્યો. દેશવટામાં વિવેકે સુમતિ અને સંયમશ્રી જેવી પત્નીઓ અને પુણ્યરંગ પાટણનું નાનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. અંતે યુદ્ધમાં મોહનો પરાજય કરી તેનો વધ કર્યો. મોહના મૃત્યુથી પ્રવૃત્તિ ઝૂરીને મરી ગઈ અને મને વિવેકના ઉપદેશથી કષાયોને હણી શુ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. આમ થતાં ચેતના રાણીએ અજ્ઞાત વાસમાંથી પરમહંસ રાજા પાસે આવી તેને પોતાનું પરઐશ્વર્ય ફરી હાથ ધરવાનું કહેતાં રાજાએ કાયાનગરીનો ત્યાગ કરી પોતાનું સ્વરાજય પુનઃ સિદ્ધ કર્યું.
અહીં અંતરંગ વિચાર કથાના અંતર્ગત પ્રસંગોમાં નિહાળી શકાય છે. આત્મા સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે એવો અંતરંગ વિચાર યથાર્થ રૂપે જાણવા મળે
છે.
૪. અંતરંગ શબ્દ પ્રયોગવાલી એક રચના જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુ પ્રાપ્ત થાય છે. ૧૬મી સદીના પ્રતિભાશાળી કવિ સહજસુંદરની આ કૃતિમાં જંબુ સ્વામીના અંતરંગ વિચારને કેન્દ્રમાં રાખીને રચના થઈ છે.
જંબુ સ્વામીએ યૌવનવયમાં સુધર્માસ્વામીની દેશના સાંભળી અને પ્રતિબોધ પામી સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉદ્ભવ્યો. પછી દીક્ષા સ્વીકારીને આત્મ કલ્યાણ કરવાનો દઢ સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પના સંદર્ભમાં અંતરંગ શબ્દ પ્રયોગ યથાર્થ લાગે છે.
જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે
( ૧ ૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org