________________
આદિઃ જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુ સરસતિ સામણિ પયનમી, ઢાલિસ ભવ દુહદાહ જંબુસ્વામી કેરડુ, ગાઈનું વર વિવાહ ધર્મવંત પુરિ તો લઈ, નવિ રાચઈ સંસારિ મુગતિવધૂ સિલું માન મિલઈ, અવર ગમઈ નવિ નારિ. આઠઈ નારી વીનવઈ, અબલા કિમઈ ન છોડિ ચતુર ચણોઠ્ઠી કારણઈ, માણિક પાય મ રોલિ. અંતઃ અજૂ અમર પતિ દેવતાએ સુખસંપત્તિ લહીઈ સિવતા એ, સંકટ જસ નામિ ટલ એ, વર આંગણsઈ સફલા ફલઈએ. અવિચલ થાનિક પામીઉં એ દનિ-દનિ લીલવિલાસ,
સહિજ સુંદર મુનિવર ભણઈ, જયવંતુ સુખવાસ. (૧-૨૬૩) ૫. અંતરંગ કરણી અથવા જીવ અને કરણીનો સંવાદ
લોંકા ગચ્છના નાથાજીના શિષ્ય માલ મુનિએ ઉપરોક્ત કૃતિની રચના કરી છે. તેમાં જીવ અને કાયા દ્વારા થતી કરણી (કૃત્યો, કાર્યો) વચ્ચેનો અંતરંગ સંબંધ દર્શાવ્યો છે. કવિએ હિન્દી ભાષામાં રચના કરી છે. અહીં અંતરંગ શબ્દ પ્રયોગ કાયા અને જીવના સંબંધથી સમજવાનો છે. વળી આ બે વચ્ચેના વાર્તાલાપનું નિરૂપણ હોવાથી સંવાદ શબ્દપ્રયોગ કર્યો છે. જૈન સાહિત્યમાં એકજ કૃતિને માટે એક કરતાં વધુ કાવ્યપ્રકારોનો સંબંધ જુદા અર્થમાં દર્શાવવામાં આવે છે. આ પ્રકારની અભિવ્યક્તિ મધ્યકાલીન જૈન સાહિત્યની લાક્ષણિકતા ગણાય છે.
અંતરંગ કરણીની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ રચના સમયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ કવિનો સમય ૧૯મી સદીના પ્રથમ તબક્કાનો છે એમ આષાઢભૂતિ ચોઢાલિયું ઉપરથી જાણવા મળે છે.
(૧ ૨ ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org