________________
આદિઃ
ગાવહિં કેઈ પ્રેમ સ્યું હો બિંદુલી મુરલી તાન, કરની હઉ તઉ ગાયસ્યુ હો, તુમ્હ સુણિ યહુ ચતુર સુજાણ. કરની સુખદાતાર કરની, કરની જગઆધાર કરની, કરની લહિય પાર કરની, કરની દુતર તાર કરની. જીવહુ કરની આપ મહિ હો, દુહુડી માંડ્યઉ વાદ, જાતિ વન ઉલા દેખિક, અરૂ પાલઈ હાર વિવાદ. જીઉ કહઈ હું પુરુષ હું હો, પુરુષ વડા સંસારિ, કરની તેરઉ નામુ હઈ હો ક્યાં તું બપુરિ નારી. અંત ઃ
જીઉ પુરુષ હૈ ઉદ્યમી હો, કરણી હઈ તસુ નારિ, ભાગ્ય મિલઈ જઉ સાથિ, તઉ હો કાજ સરઈ સંસારિ. જે ગિ શુભ કરણી કારઈ સુદૃઢ વચન પ્રતિપાલ; સીમંધર સાખી સદા હો, પ્રણમઈ તિત્ત્વ મુનિ માલ.
(૬/૪૧)
૬. ૨૦મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પાર્શ્વચન્દ્ર ગચ્છના ઈન્દ્રઅન્દ મુનિના શિષ્ય વીરચંદે અંતરંગ કુટુંબ કબીલાનું ચોઢાલિયાની ૫૭ ગાથામાં સં. ૧૯૦૯માં રચના કરી છે. આરંભના દુહા અને નમૂનારૂપ પંક્તિઓ નીચે મુજબ છે.
આદિ :
વામા અંગજ પાસ પ્રભુ, હું પ્રણયૂં ધરિ હંસ, અશ્વસેન કુલ-દિનમણિ પુરૂષોત્તમ પર પૂંસ. અનુભવ ચિતામણિ રતન-દાયક જગત પ્રમાણ, દશશિ દિનકર સદ્ગુરૂ, સૂરિશિરોમણિ જાણ.
Jain Education International
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org