________________
જિનસેના.
ઉપરોક્ત પાત્રો દ્વારા જીવ-શિવ બને તે અંગેના વિચારો રજૂ થયા છે. એટલે અંતરંગ વિચારોથી જીવાત્મા શિવપદ પામે છે એમ સમજાય છે. “અંતરંગ” શબ્દ પ્રયોગવાળી આ રચના આત્માના વિકાસમાં માર્ગદર્શક બને
૨. ચૌદમી સદીની અજ્ઞાત કવિ કૃત અંતરંગ રાસ રચના પ્રાપ્ત થાય છે. તેની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
આદિ: શ્રી જિનવર પાએ નમી પ્રહામી મુનિરાય, શરણાગત હું આવીઉં સ્વામી તહત પાયિ. વીર જિણેસર વીનવું કરઉ સેવક સહ(કાર), વાર વિલંબ ખમઈ નહીં તહમેં જગિ આધાર; વીર. અંત : સફલ હુક્યો મન વીનતી હોજ્યો સ્વામી સેવ, સશુરૂ પાએ સેવા પુજ્યો ભવિ ભવિ હવા દેવ. સત્તરમી સદીના કવિ નારાયણે “અંતરંગ રાસ' ની રચના કરી છે.
૩. અંતરંગ શબ્દનો વિશિષ્ટ રીતે પ્રયોગ કરીને રચાયેલી કૃતિ ત્રિભુવનદીપક પ્રબંધ કવિ જયશેખરસૂરિની છે. કવિએ ત્રિભુવન દીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ અથવા પ્રબંધચિંતામણિ ચોપાઈ અથવા અંતરંગ ચોપાઈ એવી સંજ્ઞાઓ આપી છે. આ રચના જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે તેમ છતાં મુખ્યત્વે તો રૂપક કાવ્ય છે. કવિએ પ્રયોજેલાં વિવિધ રૂપકોનો હેતુ સમાજને ધર્મોપદેશ આપવાનો હતો. રૂપકોના પ્રયોગથી ઉપદેશનું તત્ત્વ સરળ-સચોટ બનીને આમ જનતાને સહજ રીતે આત્મસાત્ થાય છે. આત્મારૂપી પરમહંસ રાજાને માયાએ પોતાના રૂપમાં ફસાવીને તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો
૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org