________________
૧૧. અંતરંગ વિચાર
સકલાડર્હત્ સ્તોત્રની આઠમી ગાથામાં પદ્મપ્રભ સ્વામીની સ્તુતિમાં અંતરંગ શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે.
‘અંતરંગારિ મથને’ એટલે અભ્યન્તર શત્રુઓ, ચિત્તના હૃદયના આંતર ભાગમાં રહેલા શત્રુઓનો નાશ કરવો એટલે ‘અંતરંગ’ શબ્દ દ્વારા મનની અંદરના ભાવ, અશુભ પરિણામ, વિચારો અને આર્ત - રૌદ્ર ધ્યાન વગેરેનો નાશ કરવો અને મનથી શુભ ભાવના ભાવવી એમ સમજવાનું છે.
‘અંતરંગ વિચાર’ સ્વતંત્ર કાવ્ય પ્રકાર નથી પણ અન્ય કાવ્ય પ્રકારોની તુલનામાં તેનું પ્રયોજન આત્મલક્ષી - અંતરંગ દુર્ભાવ – શત્રુઓ રહેલા છે તેનો નાશ કરીને આત્મા સિદ્ધિપદ પામે એવો પરમોચ્ચ ભાવ રહેલો છે. ‘નમો અરિહંતાણં’ પદમાં અરિહંત શબ્દનો અર્થ બાહ્ય-આંતર શત્રુઓનો સર્વથા નાશ કરનારા એવા અરિહંતને નમસ્કાર કરવામાં આવે છે એટલે અંતરંગ શબ્દ સાથે જીવાત્માના અંતરના ભાવો પરિણામ – શુભ વિચારોની સ્થિતિ ઉદ્ભવે તેવા વિચારોવાળી કાવ્ય રચના એમ સ્પષ્ટ રીતે સમજાય છે.
૧. અંતરંગ સંધિ
પૂ. રત્નપ્રભગણિએ અંતરંગ સંધિની રચના ઈ.સ. ૧૩૦૦ પૂર્વે કરી છે. સંધિ કાવ્યની વિચારોની દષ્ટિએ ‘અંતરંગ સુવિચાર સંધિ’ એવું નામ પણ યોગ્ય લાગે છે.
સંધિ કાવ્યમાં બે વ્યક્તિ કે અન્ય કોઈ બે વસ્તુનો સંબંધ હોય છે. અહીં મોહસેના અને જિનસેનાનો સંબંધ દર્શાવ્યો છે. એટલે કે અંતરમાં ઉદ્ભવતા વિચારોનું નિરૂપણ. અહીં આ બંનેની સંધિ છે. મોહસેના સામે જિનસેનાનો વિજય થાય છે તેનું વર્ણન આ સંધિ કાવ્યમાં થયું છે. અભવ્યને ભવ્ય આત્મા યોગ્ય પ્રત્યુત્તર આપે છે. કુમતિ અને સુમતિને ભવ્ય-અભવ્ય જીવ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. કુમતિ એટલે મોહસેના અને સુમતિ એટલે
Jain Education International
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org