________________
(૨૦) વીશ આરાધી - વીશ સ્થાનક તપની આરાધના. (૨૨) બાવીશ પરિષહ સહન કરવા :
સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશ, અચલ, અરતિ, રતી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃષસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યક્ત્વ.
૨૩ નો ત્યાગ : - પાંચ ઈન્દ્રિયોના વિષયો સ્પર્શેન્દ્રિયના આઠ (૧) હળવો, (૨) ભારે, (૩) ખરબચડો, (૪) સુંવાળો, (૫) ચીકણો, (૬) લૂખો, (૭) ઉન્હો, (૮) ટાઢો. રસનેન્દ્રિયના પંચઃ બે (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. ચક્ષુનેન્દ્રિયના પાંચ (૧) રાતો, (૨) પીળો, (૩) લીલો, (૪) ધોળો, (૫) કાળો. શ્રોત્રેન્દ્રિયના ત્રણ (૧) જીવશબ્દ, (૨) અજીવશબ્દ, (૩) મિશ્ર શબ્દ એવં ૨૩.
૨૪ ભગવાનના ચરણ કમળની સેવા કરીને જીવાત્મા ભવજલથી પાર પામશે. ધ્યેય નિશ્ચિત કરીને ધ્યાતા તેનું ધ્યાન કરે જેથી શરીર અને મન એકરૂપ થાય.
આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે સમર્થ બને છે. આત્માની અનંત શક્તિના પ્રતીક સમાન દિવ્યાનુભૂતિ થાય છે. આ રીતે અરનાથના સ્તવનમાં સાધુ અને શ્રાવકે ત્યાગ કરવા અને આચરણ કરવા લાયક વિષયોની માહિતી દ્વારા પ્રભુ ભક્તિમાં તન્મય થવાનો દિવ્યપંથ દર્શાવ્યો છે.
આ સ્તવન સંદર્ભના વિવિધ સંખ્યાવાચક શબ્દોની વિશેષ માહિતી માટે હંસરત્ન મંજૂષા ભા. ૨, સંપાદક : શાસન કંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.સા.
જૈન સૈધ્ધાંતિક શબ્દ પરિચય - સુનંદાબેન વોહરા જૈન પારિભાષિક શબ્દ કોષ – ધીરજલાલ મહેતા જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો – પા. ૧૨૩
(૧ ૧ ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org