________________
સેવવું. (૭૭) જૂ-લીખ વીણવા. (૭૮) ભોજન કરવું. (૭૯) ગુપ્ત ભાગને પ્રગટ કરવો. (૮૦) વૈદું કરે, દવા-દારૂ કરે. (૮૧) વેપાર કરવો. (૮૨) શપ્યા પાથરવી. (૮૩) પાણી પીવાના ઘડા-માટલા મૂકે અથવા પાણી પીવે અથવા વર્ષાઋતુમાં દેરાસરની પરનાળમાંથી પડતા પાણીથી માટલાં ભરે. (૮૪) સ્નાન અંઘોલ આદિ કરે.
આ જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ જાણવી. મધ્યસ્થ ૪૦ આશાતના અને જઘન્યથી ૧૦આશાતના રહેલી છે.
૧૯ કાઉસ્સગ્ગના દોષઃ
(૧) ઘોડાની પેઠે પગ રાખે. (૨) લતા માફક શરીર કંપાવે. (૩) થાંભલા-ભીંતને ટેકો દે. (૪) માળ કે મેઢીને માથું લગાડે. (૫) બે પગ ભેગાં કરે. (૬) પહોળાં પગ કરે. (૭) ભીલડીની માફક ઊભા રહે. (૮) ઓધો કે ચરવલો લગામની માફક રાખે. (૯) માથું નીચું રાખવું. (૧૦) વસ્ત્ર લાંબુ રાખવું. (૧૧) છાતી પર વસ્ત્ર ઓઢી રાખવું. (૧૨) આખું શરીર ઢાંકવું. (૧૩) આંગળીના વેઢાં કે નેત્રનાં ભાલા ફેરવવાં. (૧૪) કાગડાની માફક આમતેમ જોવું. (૧૫) કપડું બે પગ વચ્ચે દબાવી રાખવું. (૧૬) માથું હલાવવું. (૧૭) મૂંગાની માફક હું હું અવાજ કરવો. (૧૮) બડબડાટ કરવો. (૧૯) વાનરની જેમ નીચે જોવું.
(૪૮) અડતાળીસ સંગ તજશું :
અરનાથ ભગવાન ચક્રવર્તી રાજા હતા અને ૪૮ પટ્ટણ(નગર)ના માલિક હતા. આ નગરોની સત્તા છોડીને દીક્ષા અંગીકાર કરી કેવળ જ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા હતા એવો સંદર્ભ સ્તવનનો છે.
(૫૧) એકાવન દિલ ધારી :
મતિજ્ઞાન- ૨૮, શ્રુતજ્ઞાન - ૧૪, અવધિ - ૬, મન:પર્યવજ્ઞાન - ૨, | કેવળજ્ઞાન -૧, એમ એકાવન ભેદને મનમાં ધારીશું.
( ૧ ૧
૧૧૭)
૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org