________________
તદુપરાંત સમુદ્રબંધ આશીર્વચન લખવાનો સંકલ્પ દર્શાવ્યો છે. પછી છપ્પયછંદના બે કાવ્યમાં સમુદ્રબંધનું માહાભ્ય વર્ણવ્યું છે. આ કાવ્યના ૧૨૯૬ અક્ષર છે. મહાબંધના અંતર્ગત ચૌદ રત્નોનાં નામ પપ અક્ષરમાં ગુંથાયાં છે. કુલ ૧૬૫૧ અક્ષર હોવાનું કવિએ જણાવ્યું છે. તેમાં લઘુબંધ કાવ્યો તરીકે ધનુષ્યબંધ, ચોકીબંધ, કપાટબંધ, હળબંધ, માળાબંધ, હારબંધ, નિસ્સરણીબંધ જે તે પદાર્થની આકૃતિરૂપે રચાયેલાં છે. આ નાના બંધની રચના દરેક રાજાને આશીર્વાદ માટે યોગ્ય ગણાય છે. પણ સમુદ્રબંધ તો ચક્રવર્તી, છત્રપતિ રાજા માનસિંહને આશીર્વાદરૂપ છે. કવિએ આઠ કાવ્યોની રચનામાં રાજા માનસિંહને આશીર્વાદરૂપ વચનો પ્રગટ કર્યા છે અને ઈષ્ટદેવ રક્ષા કરે એમ જણાવ્યું છે. આઠ કવિત્ત ની રચના અષ્ટક નામથી ઓળખાય છે.
પહેલા છપ્પયમાં શંકર ભગવાનનું સ્વરૂપ વર્ણવીને ભગવાન રાજાનું રક્ષણ કરે, સંકટનો નાશ કરે, કવિએ શંકરનો જાલંધરનાથ નામથી ઉલ્લેખ કર્યો છે. રાજા મનસિંહના ઈષ્ટદેવ શંકર અને એમનો નાથ સંપ્રદાય સાથે સંબંધ હોય એમ છપ્પયને આધારે જાણવા મળે છે. કાવ્યને અંતે લાડૂનાથ' શબ્દ પ્રયોગ થયો છે તેનો અર્થ શંકરના પુત્ર ગણપતિ કે કોઈ યોગીનો સંદર્ભ હોવાનો સંભવ છે.
બીજા છપ્પયમાં પ્રથમ છપ્પય સમાન જાલંધરનાથ શીવજીનું વર્ણન છે. ત્રીજા છપ્પયમાં “મહામન્દિર શ્રી કૃષ્ણ - દેવ રક્ષા આશીર્વચનનો સમાવેશ થયો છે. ચોથા છપ્પયમાં “નવગ્રહ રક્ષા - આશીર્વચન છે. નવગ્રહો રાજાનું મંગલ કરે એવું આશીર્વચન પ્રાપ્ત થાય છે.
પાંચમાં છપ્પયમાં ‘સકલદેવ રક્ષા આશીર્વચનનો ઉલ્લેખ અન્ય દેવદેવીઓના નામથી થયો છે.
છઠું છપ્પય કવિરાજદીપવિજયના આશીર્વચનોની રક્ષારૂપે રચાયું છે. બે કવિત્તમાં સમુદ્રબંધ માહાભ્યનાં છે એટલે કુલ આઠ છપ્પયમાં આશીર્વચન અષ્ટક નામથી પરિચય થાય છે.
૧૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org