________________
ત્યારપછી ત્રણ કવિત્તમાં રાજા માનસિંહની યશ-કીર્તિનું વર્ણન કર્યું છે. આ રીતે સમુદ્રબંધ ચિત્ર કાવ્યનો વિભાગ – ૧, પૂર્ણ થાય છે.
બીજા વિભાગમાં રાજા માનસિંહનામોલ્લેખ સાથે ત્રણ સેવકોનો જોધપુરી - રાજસ્થાની શૈલીમાં ચિત્ર દ્વારા ઉલ્લેખ થયો છે. એક ચોકઠામાં રાજાનું ખડ્ઝ અને મ્યાનયુક્ત તલવારનું ચિત્ર છે. ત્રીજા વિભાગમાં રાજાનાં ત્રણ છત્રધર અને સેવકોનાં ચિત્ર છે. ચિત્રની નીચે રાજાને મેઘની ઉપમા આપતા કવિત્તની રચનાછે. ચોથા વિભાગમાં સમુદ્રબંધ ચિત્રકાવ્યના ૩૬ દોહરા છે જેમાં રાજાની કીર્તિનું વર્ણન છે.
પાંચમાં વિભાગ માટે કવિ પોતે જ જણાવે છે કે જેમાં શ્રી કૃષ્ણ મહારાજાએ સમુદ્રમંથન કરીને ૧૪ રત્નો પ્રાપ્ત કર્યા હતાં તેવી રીતે સમુદ્રબંધ ચિત્ર કાવ્યરૂપી ૧૪નાના બંધ કાવ્યો રચ્યાં છે. આઠ રાજનીતિનાં, ચાર આશીર્વચનનાં, એક બિરૂદની ઉપમાનું, એક કવિની પ્રાર્થનાનું એમ ૧૪ કાવ્યો છે.
ત્યારપછી મોતીદામ છંદની ૭ ગાથામાં નૃપવર્ણન છે. પછી એક કવિત્તમાં પણ રાજાનું વર્ણન છે.
અંતમાં કવિએ સંસ્કૃત ભાષામાં તોટકછંદ પ્રયોગ કરીને અર્ધસમસ્યારૂપ કાવ્ય વડે કવિરાજ, દિનકર, દામોદર, ત્રિપુરા, સોમેશ્વર, સુરપતિ અને નગરાજા વગેરે દેવો રાજાની રક્ષા કરે એવા આશીર્વચનનો ઉલ્લેખ કર્યો છે.
કવિનો પરિચય આપતા શબ્દો છે : તપાગચ્છના વિજયાણંદસૂરિ (આણસૂર) ગચ્છના ગાયકવાડ રાજાએ આપેલ “કવિરાજ' બિરૂદ ધરાવનાર જતી પં. દીપવિજય કવિરાજે રાઠોડ રાજા માનસિંહની કીર્તિના માનસ્વરૂપ સમુદ્રબંધ આશીર્વચન રચેલ છે. સં. ૧૮૭૭ના વિજયાદશમી દિને કવિરાજ દીપવિજય સ્વહસ્તે લખેલ છે.
સાહિત્યની દષ્ટિએ ચિત્ર કાવ્યને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે. પણ આ સમુદ્રબંધ કાવ્યનું અવલોકન કરતાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિ, ચિત્ર
૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org