SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રવિસમોદય-મોદય મોદય, ક્રમણ-નીરજ-નીરજ-નીરજ। લસદુ મામય-મામય-મામય, વ્યય કૃપાલય પાલય પાલયઃ ॥૪॥ ઇતિ મયા પ્રભુપાર્શ્વજિનેશ્વરઃ, સમયસુન્દરપદ્મદિનેશ્વરઃ । યમકબન્ધકવિત્વભરૈઃ સ્તુતઃ, સકલઋદ્ધિસમૃદ્ધિકરોસ્વતઃ ॥૫॥ ।। ઇતિ યમકબન્ધ શ્રી પાર્શ્વનાથ સ્તોત્રમ્।। (પા. ૧૯૨) કાવ્યની ચમત્કૃતિની ખરી મજા તો તેની મૂળ ભાષામાં જ માણવા મળે છે. પરંતુ જેઓ સંસ્કૃત ભાષા જાણતાં ન હોય તેવાઓ માટે તે ભાવાનુવાદ આપવામાં આવે છે. આ સ્તોત્રમાં પાંચ શ્લોક છે. ૧ થી ૩ શ્લોકનો સળંગ સંબંધ કાવ્યની પરિભાષામાં એને કુલક કહેવામાં આવે છે. આ સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કવિએ કર્યો છે. તેમાં કવિ જણાવે છે કે જેમનો પરાભવ આખા ભવ (સંસા૨-ભવ) માટે નાસી ગયો છે. દુરિતરૂપી પાપ સ્વરૂપ હાથીને વશમાં રાખનાર અંકુશ સમાન, સજ્જનોને તારવા માટે હોડી સમાન તારનાર, પ્રબલ જોરદાર આદરસહિત એવા સાદર માટે આદરણીય, દેવતાઓ જેમની સત્કલ એટલે સાચી ભાવનાથી કળાઓ સહિત ભક્તિ કરે છે, સારાં પદો દ્વારા નિર્મલ એવા મલયાચલ પર્વત જેવાં છે, ઈન્દ્રિયોનાં વિષયો ઉપર અંકુશ સ્વરૂપ અંકુશોની ખાણ સમાન શમ અને દમથી મુક્ત છે, જગતના નાયક એવા નાયકોનાં પણ જે નાયક છે, નમસ્કાર કરનારને માટે નૌકા સમાન, એવા જિન પાર્શ્વનાથ તમારી રક્ષા કરનારા થાઓ. એવા આ જિન પરમાપરમ એટલે કે અપરમ્ અજોડ એવી પરમાત્મા એટલે મુક્તિરૂપી સ્ત્રીને પામ્યા છે. સૂર્ય સમાન જેમનો ઉદય લોકોને આનંદ આપનારો છે, જેમના પગલાં રજથી રહિત છે અને સેવકોને રજ રહિત બનાવનાર છે. હે કૃપા સાગર! આપ અમારૂં આપત્તિઓથી રક્ષણ કરો અર્થાત્ અમોને આપત્તિઓથી ટાળો કમળને માટે, સૂર્ય સમાન એવા કવિત્વથી ભરપૂર એવી પાર્શ્વનાથ ભગવાનની યમક બન્ધમય સ્તુતિ કરી, એના પ્રભાવે સકલ – બધી જાતની ઋદ્ધિ-સમૃદ્ધિ થાઓ. એવી રીતે સમય સુંદરે આ સ્તવના કરી છે. Jain Education International ૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy