________________
૩. કવિ સમયસુંદરની બહુમુખી કાવ્ય પ્રતિભાના નમૂનારૂપે ચિત્રકાવ્યોની રચનાનો પરિચય આવશ્યક છે. સાહિત્યમાં કાવ્યની ગુણવત્તાનો વિચાર કરતાં ચિત્રકાવ્યને નિમ્નકક્ષાનું માનવામાં આવે છે. તેમ છતાં આ પ્રકારની કાવ્ય રચના માટે છંદ, વ્યાકરણ અને લય બદ્ધ રચનાની કુશળતા અનિવાર્ય છે. કવિની સ્તોત્ર (સ્તુતિ સ્વરૂપ) રચનાઓમાં ચિત્રકાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. સ્તોત્ર રચનામાં વિચાર વૈવિધ્ય અને રચના રીતિ નોંધપાત્ર બને છે. ત્યારે સ્તોત્ર રચના ચિત્ર કાવ્ય તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ચિત્ર કાવ્યોની માહિતી નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૧. પાર્શ્વનાથ શ્રૃંખલામય લઘુ સ્તવ. (પા. ૧૮૯) ૨. જિનચન્દ્રસૂરિ કપાટબોહિઝુંખલાષ્ટકમ્ (પા. ૩પ૬) ૩. પાર્શ્વનાથ હારબન્ધ (પા. ૧૯૪). ૪. શ્રી પાર્શ્વનાથ શૃંગાષ્ટક બંધ સ્તવ. (પા. ૧૯૩) ૫. શ્રી પાર્શ્વનાથ યમકબંધ સ્તોત્રમ્ (પા. ૧૯૨) ૬. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્લેષમય (પા. ૧૮૮) ૭. શ્રી પાર્શ્વનાથ યમકબંધ લઘુ સ્તવનમ્ (પા. ૧૮૭)
કવિ સમયસુંદરની બહુમુખી કવિ પ્રતિભાના નમૂનારૂપ ચિત્રકાવ્યની માહિતી નીચે મુજબ છે. યમકબંધ, હારબંધ, શૃંખલાબંધ જેવી રચનાઓ કાવ્ય હોવાની સાથે એમની પ્રભુભક્તિનો પણ પરિચય કરાવે છે.
A- શ્રી પાર્શ્વનાથ યમકબન્ધ સ્તોત્રમ્ પ્રણત માનવ માનવ-માનવં, ગતપરાભવ-રાભવ-રાભવમ્ દુરિતવારણ વારણ-વારણ, સુજન-તારણ તારણ-તારણમ્ ૧૫. અમર-સત્કલ-સત્કલ-સત્કલ, સુપદયા મલય મલયામલમ્ | પ્રબલ-સાદર, સાદર-સાદર, શમ-દમાકર-માકર-માકરમ્ (રા. ભુવનનાયક-નાયક-નાયક, પ્રણિતુ નાવજ-નાવજ-નાગજમ્ | જિન ભવંત-ભવંત-ભવતમ, સ શિવ-માપરમા-પરમા-પરમ્ ૩ી
(૯૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org