________________
સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિ માર્ગની ધારાનો પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહ્યો છે. તેમાં લોકરૂચિ અનુસાર આ કાવ્ય ધારા દ્વારા જ્ઞાન અને ભક્તિનો અપૂર્વ લાભ લેવાય છે. ભક્તિ સહજ સાધ્ય છે જયારે જ્ઞાન બુદ્ધિગમ્ય છે. જ્ઞાનથી તત્ત્વની સાચી સમજ આવવાની સાથે સમકિત-શ્રદ્ધાનું બીજ રોપાઈને સ્થિરતા આવે છે એટલે ધર્મઆરાધનામાં જ્ઞાનમાર્ગની વિચારધારાની કૃતિઓનું મૂલ્ય ઓછું નથી. કાવ્ય વિશ્વ કઠિન છે પણ પુરૂષાર્થથી સરળ બની જાય છે. આ કાવ્યપ્રકારો ઉપરથી સાધુ કવિઓની પ્રતિભાનું દર્શન થાય છે. કવિ કલ્પના, જ્ઞાન-ભક્તિ, રસ અને શૈલીના સમન્વયથી સમૃદ્ધ વિવિધ કાવ્યો કાવ્યાનંદ કે જે નિર્દોષ અને નિર્મળ છે તેની વિશિષ્ટ કોટિની અનુભૂતિ થાય છે. આ રસાસ્વાદ અનુભવગમ્ય છે. જ્ઞાનમાર્ગની માહિતીથી આત્મવિકાસ - સિદ્ધિના અંતિમ લક્ષના પુરૂષાર્થનો માર્ગ નિષ્કટક બને છે.
આચાર પ્રદીપ ગ્રંથમાં જણાવ્યું છે કે જો કે જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલના ભેદથી પાંચ પ્રકારનું છે તો પણ શ્રુતજ્ઞાન ગ્રહણ કરવું કારણ કે કાળ, વિનય આદિ જ્ઞાનાચારના આઠ ભેદો કહેવાય છે. તેનો સંભવ તેમાં જ છે. જ્ઞાન શ્રુત જ્ઞાને દ્વાદશાંગ્યા દ્વિરુપે જ્ઞાન એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં.
રેલુચા, બોલી, બોલિકા, મંગલ, વિલાસ, તરંગ, નવરસો, રત્નમાળા, કડખો, વસ્તુ, નિશાની, વચનિકા, ગીત જેવા કાવ્યપ્રકારો સુષુપ્તાવસ્થામાં છે તેનું સંશોધન થાય તો કાવ્યની વિરાટ સૃષ્ટિનું ગૌરવ પ્રસ્થાપિત થાય, ઐતિહાસિક મૂલ્ય વધે. કવિઓનું વિશ્વ સ્વાનુભવ રસિક છે.
શ્રી સમણસુત્તમાં જ્ઞાન વિશેનો ઉલ્લેખ મળે છે.
જે વડે જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં - હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતો જાય છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. (સૂત્ર ૨૫૩)
જ્ઞાન એટલે સમગ્ર રીતે શ્રુતજ્ઞાન અને ગ્રંથસ્થ જ્ઞાનનો મહિમા અપરંપાર છે. કાવ્યોનું પ્રકાશન થયા પછી ભાવકવર્ગના લોકો કાવ્યાનુભવથી નિજાનંદ,
(1)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org