________________
૨. સંબંધ
જૈન કાવ્યપ્રકારોમાં વિશિષ્ટ પ્રકારનું અર્થઘટન કરીને સાધુ કવિઓએ સંબંધ સંજ્ઞામાં કાવ્યોનું સર્જન કરીને કવિ પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. સંબંધ એટલે બે પાત્ર વચ્ચેનું ધર્મ કે વ્યવહાર જીવનથી જોડાણ. એક બીજા સાથે નાની-મોટી ફરજ-વફાદારી કે જવાબદારીનો અર્થ સમજાય છે પણ જૈન સાહિત્યમાં સંબંધ વિશેની કલા તો કોઈ જુદા જ પ્રકારની છે. વ્યવહાર જીવનમાં પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બ્લેન, મામા-ભાણેજ, દીકરી-જમાઈ, ફોઈભત્રીજા, દિયર-ભોજાઈ, જેઠ-જેઠાણી, રાજા-પ્રજા, સાસુ-સસરા, વેવાઈવેવાણ, શેઠ-નોકર જેવા સંબંધો સુવિદિત છે.
ધર્મની રીતે વિચારીએ તો ભક્તિ અને ભગવાન, ગુરુ અને શિષ્ય, સાધર્મિક જેવા સંબંધો જાણીતા છે. મૂળભૂત રીતે તો જીવાત્મા અને કર્મનો જૈન સાહિત્યમાં આ સંબંધો કરતાં વિશેષ રીતે બંધાયેલા સંબંધનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ જોઈએ તો વિજય શેઠ અને વિજયા શેઠાણી, દ્રૌપદી સંબંધ, કેશી અને પ્રદેશી રાજાનો સંબંધ, ક્ષુલ્લકકુમાર સાધુનો સંબંધ, માનતુંગ અને માનવતી સંબંધ અને મોતી-કપાસિયા સંબંધ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ સંબંધોનો વિચાર કરીએ તો અન્ય સંબંધો કરતાં વિલક્ષણ છે. સંબંધ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે.
દ્રૌપદી સંબંધ
સત્તરમી સદીના મહાન કવિ ઉપા. સમયસુંદરની વિવિધ પ્રકારની કાવ્ય સૃષ્ટિમાં સંબંધ સંજ્ઞાવાળી ઉપરોક્ત રચના સં. ૧૭૭૦માં થઈ છે. તેમાં દ્રૌપદીના જીવનનો વિસ્તૃત પરિચય ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડી પ્રમાણ છે. આ રચનાનો આધાર જ્ઞાતા ધર્મ આગમ છે એમ કવિએ આરંભના દુહામાં જણાવ્યું
છે.
૧.
આદિ -
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org