________________
પહિલું સાધુ-સતી તણા કીધા ઘણા પ્રબંધ હિવ વલી સૂત્ર થકી કહું દ્રુપદીનઉ સંબંધ જ્ઞાતા સૂત્ર અરથ થકી ભાષ્યઉ શ્રી ભગવંત સુધર્માસામી ગુંથિયઉ સૂત્ર થકી મતિમંત અંત -
એક સતી વલી સાધવીએ વાત બાઉ ઘણું મોટી રે દ્રુપદી નામ લેતા થકાં તિણ કરમની ત્રૂટઈ કોટી રે.
દ્રૌપદીના સંબંધના સંદર્ભમાં તેણીના પૂર્વભવની માહિતી પ્રગટ કરવામાં આવી છે. દ્રૌપદી પૂર્વભવમાં સોમદત્ત બ્રાહ્મણની પત્ની નાગશ્રી નામની બ્રાહ્મણી હતી. એકવખત નાગશ્રીએ તુંબડાનું શાક બનાવ્યું અને ત્યારપછી ચાખ્યું તો કડવું હતું. બ્રાહ્મણના વિચારો સંકુચિત અને જીવ ટૂંકો હતો એટલે વિચાર્યું કે આવું સ્વાદિષ્ટ-મસાલેદાર શાક નાંખી દેવાની જરૂર નથી. એમ વિચારીને ગોચરી માટે આવેલા મુનિમહારાજને તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિ મહારાજે શાક વાપરી લીધું. પણ કપટ-પાપ કર્મથી નાગશ્રી બ્રાહ્મણી મરીને સાતે નરકમાં ભમી હતી. આ પાપકર્મથી અનંતોકાળ ભ્રમણ કરીને અંતે સુકુમાલિકા નામની શેઠની પુત્રી પણે તેનો જન્મ થયો હતો. આ ભવમાં સુકુમાલિકાએ દીક્ષા અંગીકાર કરીને પોતે ધર્મની આરાધનામાં લીન બની હતી. દીક્ષા લીધા પછી એકવાર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનેલી સુકુમાલિકાએ સામે રહેતી વેશ્યાને પાંચ પુરૂષો શણગારતા હતા. આ દશ્ય જોઈને સાધ્વીજીએ નિયાણું કર્યું કે આવતાં ભવમાં હું પાંચ પતિની પત્ની બનું. આયુષ્ય પૂર્ણ થયા પછી સુકુમાલિકા-સાધ્વીનો જીવ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી તરીકે જન્મ થયો. પૂર્વભવના નિયાણાના કર્મથી દ્રૌપદીને પાંચ પાંડવો સાથે લગ્ન સંબંધ બંધાયો હતો.
ક્ષુલ્લકકુમાર સાધુ સંબંધ
સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા ખરતરગચ્છના શિવનિધાનના શિષ્ય માનસિંહે (મહિમા સિંહ) ક્ષુલ્લકકુમાર ચોપાઈ – સાધુસંબંધ કૃતિની રચના
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org