________________
સંવત ૧૬૭૦ની આસપાસ ૧૪૦ ગાથા પ્રમાણ કરી છે. અહીં ક્ષુલ્લકકુમાર સાધુ જીવનમાં રત્નત્રયીની આરાધનાથી કર્મક્ષય કરીને શિવપદ પામે છે તેની માહિતી આપવામાં આવી છે. આ સંબંધની સંક્ષિપ્ત માહિતી દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૨. આદિ
શ્રી સદગુરૂ પદ જુગ નમી, સરસતિ ધ્યાન ધરેસુ, ક્ષુલ્લકકુમાર સુસાધુના ગુણ સંગ્રહણ કરેલુ. ગુણ ગ્રહતાં ગુણ પાઈયઈ, ગુણિરંજઈ ગુણજાણ, કમલિ ભમર આવઈ ચતુર, દાદુર ગ્રહઈ નઅજાણ. ગુણિ જન સંગતિ થઈ નિગુણ, પાવઈ ઉત્તમ ઠામ, કુસુમસંગિ ડોરો કંટક, કેતકિસિરિ અભિરાજા. પહિલઉ ધર્મ ન સંગ્રહિઉ, માત કહિએ ગુરૂવયણ, નટુઈ વયણે જાગીયલ, વિકસે અંતર-નયણ. એક વચનિ સોઈ આપ મનિ, પ્રતિબુઝુયા બલિ ચ્યારિ, તે સંબંધ કડું સરસ સંભલિજ્યો નરનારિ. અંત - ઈણિ પરિ જે નિજ મન સહી, રાખઈ નિર્મલ ઠામ, કર્મકંદ તજિ શિવસુખઈ, લીન રહઈ અભિરામ. સોઈ નર સલહીયઈ, સબહું મઈ સિરાજ, ધર્મરૂપ ધન સંચિ કંઈ, પામઈ સુખરાજ. શ્રી ખરતરગચ્છ સય ધણી, યુગ પ્રધાન ગુરૂરાય, હરષ ધરીમતિ આપણઈ, મનદેઈ સુણી સુજાણ. સાધુગુણે ગુણ સંપજઈ પાવઈ નિરમલ ઠાણ, એ સંબંધ સરસ કહાઉ, શિવનિધાન ગુરૂસીસ, માનસિંહ મુનિ ઈમ કહઈ શ્રી પુષ્કરણી જગીસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org