________________
ક્ષુલ્લક મુનિનું વૃત્તાંત
સાકેત નગરમાં પુંડરિક રાજા અને તેનો ભાઈ કંડરિક રહેતા હતા. કંડરિકની પત્ની યશોભદ્રા શણગાર સજીને બેઠી હતી ત્યારે પુંડરિક તેણીના સૌંદર્યથી મોહ પામ્યો અને ભોગવિલાસ ભોગવવાની માંગણી કરી પણ યશોભદ્રાએ તેનો સ્વીકાર કર્યો નહિ. યશોભદ્રાને મેળવવા માટેના ઉપાય તરીકે પુંડરિક રાજાએ કંડરિકનો નાશ કર્યો. પતિના અપમૃત્યુથી શોકમગ્ન બનેલી યશોભદ્રા ભય પામી અને શીલના રક્ષણ માટે સાકેત નગરનો ત્યાગ કરીને શ્રાવસ્તી નગરીમાં પહોંચી ગઈ. નગરીના બહારના ભાગમાં સ્થડીલ માટે આવેલા સાધ્વીજીનો પરિચય થયો. યશોભદ્રા સાધ્વીજીની પાછળ ચાલીને સાધ્વીજીને મળી પોતાનો વૃત્તાંત જણાવ્યો. સાધ્વીજીએ તેણીની કરૂણ કથની સાંભળી અને ધર્મલાભ દ્વારા આશ્વાસન આપ્યું. યશોભદ્રાએ સાધ્વીજી પાસે પ્રવજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરી ત્યારે તે ગર્ભવતી હતી. આ વાત સાધ્વીજીને કરી નહોતી કારણ કે પોતે ગર્ભવતી છે એ વાત ગુરુજી જાણે તો દીક્ષા આપે નહિ. સમય વીતી ગયો. ગુરુજીને સાધ્વીજીના ગર્ભવતીના સમાચાર જાણવા મળ્યા. આરાધક યશોભદ્રાએ અંતે પુત્રને જન્મ આપ્યો અને શ્રાવિકાઓએ એનું પાલન કરીને ઉછેર્યો. શુભ લક્ષણ અને સંસ્કારયુક્ત પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેને અજિતસેનસૂરિ પાસે દીક્ષા અપાવવામાં આવી હતી. બાર વર્ષ સુધી દીક્ષા સારી રીતે પાળી અને એકવાર વસંતઋતુમાં યુવાનને ક્રીડા કરતો જોઈને ભોગસુખના વિચારથી સંયમનો ત્યાગ કરવા માટે ગુરુને વાત કરી. ગુરુએ બાળસાધુને ઉપદેશ આપી સમજાવ્યો પણ બાળ સાધુ પોતાના વિચારથી ચલિત થયો નહિ. પછી બાળસાધુ માતા પાસે ગયા અને સંયમનો ત્યાગ કરવાની વાત જણાવી ત્યારે માતાએ કહ્યું કે તે ૧૨ વર્ષ તારી ઈચ્છાથી સંયમનું પાલન કર્યું તો હવે મારા વચનથી તું ૧૨ વર્ષ સંયમનું પાલન કર. બાળસાધુએ માતાના વચન અને આશીર્વાદથી પોતાનો વિચાર છોડીને ૧૨ વર્ષ સંયમ પાલન કર્યું.
૧૨ વર્ષ પૂર્ણ થયા પછી સાધુ માતા પાસે આવીને સંયમ ત્યાગની વાત
૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org