________________
આ ભાસ કૃતિઓના શીર્ષકમાં સ્તવન-સજ્ઝાય અને ઢાળનો પ્રયોગ થયો છે. વિષયવસ્તુ તરીકે આગમ ગ્રંથો, પૂર્વે થઈ ગયેલા મહાત્માઓ અને જૈન દર્શનના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. બધી જ કૃતિઓમાં વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે. ૧૬મી સદીથી ભાસ રચનાઓનો પ્રારંભ થયો હતો અને અઢારમી સદી સુધીમાં ભાસ કૃતિઓ રચાઈ છે. લગભગ ૩૦૦ થી ૩૫૦ વર્ષના સમય દરમ્યાન ભાસ રચનાઓ થઈ છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર કવિઓએ રચના સમય, મહિનો, તિથિ, સ્થળ, ગુરુપરંપરા અને ફળશ્રુતિ, સરસ્વતી, ગુરુવંદના વગેરે લક્ષણોનો પ્રયોગ કર્યો છે. ભાસ કાવ્યો ભાષા વિકાસની દૃષ્ટિએ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગી અને આધારભૂત સાધન છે. જૈન સાહિત્યની અલ્પ પરિચિત ‘ભાસ’ કાવ્ય અંગેની માહિતી જ્ઞાનપિપાસુવર્ગને જ્ઞાનપ્રાપ્તિની સાથે સાહિત્ય સમૃદ્ધિનું દિગ્દર્શન કરાવવામાં ઉપયોગી નીવડે તેમ છે.
૧૬. શ્રી ધર્મલક્ષ્મીમહત્તરા ભાસ :
જૈન સાહિત્યમાં મોટાભાગની કાવ્ય કૃતિઓના વિષયોમાં દેવ-ગુરુ અને ધર્મનો વિશેષ પ્રયોગ થયો છે. ગુરુ વિષયક કૃતિઓમાં સંયમ જીવનનો સ્વીકાર કરીને શાસનની પ્રભાવનાનો આદર્શ વ્યક્ત થયો છે. ધર્મલક્ષ્મી મહત્તરા ‘ભાસ’ નો વિષય ધર્મલક્ષ્મી મહત્તરાના જીવનનું ચરિત્રાત્મક નિરૂપણ સાત ઢાળમાં કરવામાં આવ્યું છે. આ ભાસની રચના ઓશવાળ વંશના આનંદમુનિએ સં. ૧૫૭૭માં કરી છે.
ખંભાતના સોની સિંહ (સીહુ) અને તેની પત્ની રમાદેવીની પુત્રી મેલાઈએ રત્નાકરગચ્છના સ્થાપક રત્નાકર સિંહસૂરિ પાસે સં. ૧૪૯૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. આ ખંભાત ગામની મેલાઈ પુત્રી એ સંયમ દીક્ષા અંગીકાર કરીને ધર્મલક્ષ્મી સાધ્વી તરીકે રત્નત્રયીની આરાધના કરી હતી. તેણીએ અંગ, ભાષા-લિપિ અને પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. બાલ બ્રહ્મચારિણી સાધ્વીજીને સં. ૧૫૦૧માં મહત્તરાપદ પ્રદાન કરવામાં આવ્યું હતું અને અપૂર્વ
Jain Education International
૧૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org