________________
કૃતિની ૧૧ ઢાળમાં રચના કરી છે. આ રચના જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ છે. કવિએ કલ્પસૂત્રના વ્યાખ્યાનના વિચારોને કેન્દ્રમાં રાખીને ભાસ રચના કરી છે. માણિજ્ય વિજયજી અઢારમી સદીના મધ્યકાળમાં થયા હતા. (પા. ૫-૪૨)
૧૪. ૧૪ ગુણ સ્થાનક ભાસ - સઝાય - સ્તવનઃ
૧૮મી સદીમાં વિજયપ્રભસૂરિના સમયમાં થયેલા મણિવિજયજીએ ઉપરોક્ત ભાસની રચના કરીને ૧૪ ગુણ સ્થાનક જેવા કઠિન વિષયના વિચારો કાવ્યવાણીમાં વ્યક્ત કર્યા છે. ભાસ પ્રકારની રચનાઓ ચરિત્રાત્મક પ્રાપ્ત થાય છે. પણ આ કવિએ જૈન દર્શનમાં આત્મવિકાસના ક્રમનું નિરૂપણ કરીને કાવ્યરચના કરી છે. એટલે આ રચના જૈન દર્શનના મહત્ત્વના સિદ્ધાંતોના એક ભાગરૂપે છે. કવિએ સઝાય-સ્તવનની સાથે “ભાસ' સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આ કાવ્યકૃતિ જિનેન્દ્ર ભક્તિપ્રકાશમાં પ્રગટ થઈ છે. (પા. પ-૭૦)
૧૫. ગુરુ ભાસઃ
અઢારમી સદીના મધ્યકાળમાં થયેલા ઉદયરત્નજીની કૃતિઓ ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિ ભાવનાથી સમૃદ્ધ છે. ગુરુ ભાસની રચના ગુરુ પ્રત્યેના સમર્પણશીલ ભક્તિની પ્રતીક છે.
હીરરત્નસૂરિ ભાસ, જયરત્નસૂરિ ભાસ, ભાવરત્નસૂરિ ભાસ, દાનરત્નસૂરિ ભાસ - ઉપરોક્ત ચાર ભાસનો માણેકમુનિનાં ચોપડામાં સંચય થયો છે. “ભાસ' રચનાઓમાં વિષય વૈવિધ્ય અને નવીનતાની દૃષ્ટિએ મુનિ ઉદયરત્નનું પ્રદાન નોંધપાત્ર છે. (પા. ૧૧૪)
૧૫. સાધુ ગુણ માસ :
કવિ લાવણ્યચંદ્રએ ઉપરોક્ત ભાસની રચના ૪ ઢાળમાં સં. ૧૭૩૪ના સમયની આસપાસ કરી હતી.
(૧ ૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org