________________
ગુજરાતી ભાષામાં મિતાક્ષરી પરિચય પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ આગમ ગ્રંથોનો અભ્યાસ કરીને વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ દ્વારા સર્વ સાધારણ જનતાને જૈન દર્શનના મૂળભૂત જ્ઞાન વારસાનું આત્મોપયોગી જ્ઞાન પ્રદાન કરવાનો પ્રશસ્ય અને પ્રેરણાદાયી પુરૂષાર્થ કર્યો છે. (પા. ૪-૨૦૭).
૧૧. જ્ઞાતા સૂત્ર ૧૯ અધ્યયન ભાસઃ
અઢારમી સદીના બીજા તબક્કામાં થયેલા તપગચ્છના હર્ષવિજયના શિષ્ય મુનિ પ્રીતિવિજયજીએ જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન-સઝાયની રચના કરી છે અને સક્ઝાય સાથે “ભાસ' સંજ્ઞાપ્રયોગ કર્યો છે. (પા. ૪-૩૮૧)
૧૨. કલ્પસૂત્ર વ્યાખ્યાન, ભાસ અથવા ઢાળબદ્ધ :
૧૮મી સદીના પ્રારંભકાળમાં થયેલા પૂ. આ. જ્ઞાનવિમલસૂરિની ‘ભાસ” સંજ્ઞાવાળી કૃતિ કલ્પસૂત્રના વ્યાખ્યાનના વિચારોને કેન્દ્રમાં રાખીને ૧૭ ઢાળમાં રચાઈ છે.
કવિના શબ્દો છે :
જ્ઞાનવિમલ વષણિ, સુણે ભવિ જણ જાંણ, હોઈ કોડી કલ્યાણ. હો. રાજી.
ઈતિ અઠાઈદિન ભાસ. કવિએ પ્રથમ વ્યાખ્યાનના અંતે પણ ભાસ શબ્દ પ્રયોગ કર્યો છે. ઈતિ કલ્પ વ્યાખ્યાનાધિકારે પ્રથમ વ્યાખ્યાન ભાસ.”
દરેક વ્યાખ્યાનને અંતે ઉપર પ્રમાણે વિષયનો ઉલ્લેખ કરીને અંતમાં ભાસ” શબ્દનો પ્રયોગ કરીને “ભાસ” સંજ્ઞાવાળી કૃતિ છે એમ સ્પષ્ટતા કરી છે. (પા. ૪-૪૦૪)
૧૩. પર્યુષણ પર્વ વ્યાખ્યાનની સઝાય અથવા ભાસ (કલ્પસૂત્ર) તપગચ્છના સમાવિજયના શિષ્ય માણિક્યવિજયે ઉપરોક્ત “ભાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org