________________
“શ્રી શીલોપદેશ માલાદિક ગ્રંથે સોલ સતી ગુણ કહીએજી, ભણતાં ગુણતાં જેહને નામે અષ્ટ મહા સિદ્ધિ લહીએજી.”
સઝાયમાળા ભા. ૧ પા. ૧૬૬માં સોળ સતીઓની સઝાય-ભાસ પ્રગટ થયેલ છે. (પા. ૩-૬)
૮. કવિ મેઘરાજાની બીજી રચના જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયની સઝાયભાસ પ્રકાશિત થયેલ છે. ૧૯મા અધ્યયનની પુંડરીક-કંડરીક સઝાયની ત્રીજી ઢાળમાં ‘ભાસ'નો પ્રયોગ થયો છે.
દેવ ગુરુ કેરી સાનિધ્યેએ એમ કીધી ભાસ કે, નરનારી અહોનિશ ભણોએ પૂરો મનની આસરે.” ૧૫ (પા. ૩-૬). ૯. વયરસ્વામી ઢાળ બંધ - સઝાય અથવા ભાસઃ
અઢારમી સદીના શાંતિષ ઉપા.ના શિષ્ય જિનહર્ષ (જસરાજ)ની વયરસ્વામીની સઝાય ભાસની રચના ૧૫ ઢાળમાં સં. ૧૭૫૯ની પ્રાપ્ત થાય છે. કવિએ કાવ્યને અંતે ઢાળનો ઉલ્લેખ કર્યો છે.
થઈ ઢાલ પન્નર ઉલ્લસિંરે, ભણતાં સુણતાં સુખ થાસ્ય રે.”
પાર્થચન્દ્ર ગચ્છના બ્રહ્મમુનિ, મહામહોપાધ્યાય મેઘરાજ, જિનહર્ષની રચનાઓમાં સજઝાય સંજ્ઞાની સાથે ભાસ'નો પ્રયોગ વિશેષ રીતે થયો છે.
૧૦. ૧૧ અંગની સઝાય અથવા ભાસ
૧૮મી સદીના અમરકીર્તિને વરેલા ઉપા. યશોવિજયજીની સંસ્કૃત અને ગુજરાતી ભાષાની કૃતિઓ જૈન સમાજમાં વિશેષ લોકપ્રિય છે. જૈન દર્શનના સિદ્ધાંતોને કાવ્યવાણીમાં પ્રગટ કરીને સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય કરનાર પૂ. શ્રીએ ૧૧ અંગની સઝાયની રચનાને ‘ભાસ” સંજ્ઞા આપી છે. સં. ૧૭૨૨ની આ રચના દ્વારા આચારાંગ આદિ ૧૧ અંગ સૂત્રોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org