________________
પાપસ્થાનકની પ્રવૃત્તિમાંથી મુક્ત થાય અને શુભ ભાવમાં પ્રવૃત્ત થઈ આત્મવિકાસ કરે તે દૃષ્ટિએ સઝાય નામ ચરિતાર્થ થાય છે.
કવિની આ પ્રકારની બીજી કૃતિ - ઉત્તરાધ્યયન
૫. ૩૬ અધ્યયન ગીત અથવા સઝાય અથવા ભાસ એ નામથી સં. ૧૫૯૯ પહેલાંનો રચનાસમય હોવાનો સંભવ છે. કવિએ દરેક અધ્યાયના વિચારોને દેશીબદ્ધ કાવ્ય રચનામાં સ્થાન આપ્યું છે.
સઝાયમાળા ભા. ૧ માં આ ૩૬ અધ્યાયની સજઝાયો પ્રગટ થઈ છે. ૩૬મા અધ્યયનમાં “ભાસ' શબ્દ પ્રયોગ થયો છે.
એ ભાસ સંખેપેઈ સારી રે, છત્રીસ અધ્યયન વિચારી, શ્રી બ્રહ્મ કહે છે જેને ભણસ્પેરે, તે મંગલ કમલા લહસ્ય.” ૨૧ (પા. ૧-૩૧૭) ૬. દશાર્ણભદ્ર ભાસ
૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા કવિ ઉમાશંદે દશાર્ણભદ્ર ભાસ પ૬ કડીની રચના સં. ૧૫૬૮માં કરી છે. કવિના શબ્દો છે :
ભાસ હેમાણંદ મુનિ કહી પ્રવચન વચન જગીસરે.” (પા. ૨-૨૪૩) ૭. સોળ સતી ભાસ:
પાર્શ્વચન્દ્રગચ્છના શ્રવણ ઋષિના શિષ્ય કવિ મેઘરાજે સોળ સતીના ભાસની રચના કરી છે. કવિએ ભાસ અથવા સઝાય અથવા “રાસ” એમ ત્રણ કાવ્યસંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. દરેક સતી વિશે એક ભાસ-સઝાયની રચના કરી છે. કવિએ ચરિત્રાત્મક નિરૂપણ દ્વારા સતીઓના સતીત્વ અને શીલનો મહિમા ગાયો છે. જૈન સાહિત્યની રચનાની એક વિશેષતા છે કે મુનિ કવિઓએ રચનાના આધારભૂત ગ્રંથનો પણ કાવ્યમાં ઉલ્લેખ કર્યો છે. કવિના શબ્દો છે:
(૧૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org