________________
આણંદમેરુએ કરી છે. રચના સમયની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી પણ આ. ગુણરત્નસૂરિનો પ્રતિમા લેખ સં. ૧૫૧૩નો છે તે ઉપરથી કૃતિનો સમય આ સંવતની આસપાસનો હોવાનો સંભવ છે.
કૃતિના આરંભમાં નીચે મુજબ માહિતી પ્રાપ્ત થાય છે. ‘મહાવીર કલ્પે પ્રથમ વ્યાખ્યાને ભાસ' કુલ આઠ વ્યાખ્યાન છે અને નવમા વ્યાખ્યાનમાં કાલિકસૂરિ ભાસનું વૃત્તાંત છે. (પા. ૧-૧૦૫)
૨. થાવચ્ચાકુમાર ભાસ અથવા ગીત
૧૬મી સદીના પ્રારંભકાળમાં કવિ દેપાલ વિદ્યમાન હતા. કવિએ ચરિત્રાત્મક માહિતી આપીને રચના કરી છે. સજ્ઝાય માળામાં આકૃતિ પ્રગટ થઈ છે. ‘ભાસ’ નામની સંજ્ઞા આપી છે પણ સજ્ઝાય તરીકે વધુ પ્રચલિત છે. (પા. ૧-૧૩૮)
૩. ગજસુકુમાળ ઋષિ-રાસ અથવા ચોઢાળિયું ઢાળિયાં - ભાસ
કવિ શુભવર્ધનશિષ્યની આ રચના સં. ૧૫મીના સમય પહેલાની છે. કવિએ ૫૭ ઢાળમાં ગજસુકુમાળના જીવનનો વિસ્તૃત પરિચય આપ્યો છે. કવિએ રાસ-ઢાળિયાં અને ભાસ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. હકીકતમાં તો આ કૃતિ રાસ સંજ્ઞા માટે વધુ અનુકૂળ છે. (પા. ૧-૩૧૯)
૪. અઢાર પાપસ્થાનક પરિહાર ભાષા - ભાસ
-
સોળમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા બ્રહ્મ મુનિ - આ. વિનયચંદ્રસૂરિ નામથી વિખ્યાત હતા. પૂ. શ્રીએ અઢાર પાપ સ્થાનક પરિહાર ‘ભાષા’ - ‘ભાસ’ એવી સંજ્ઞા આપીને કાવ્યરચના કરી છે. સજ્ઝાય માળા ભા. ૧, સં. ૧૯૭૮માં પ્રગટ થયેલ છે, તેમાં કોઈ જગ્યાએ ભાસનો નામોલ્લેખ થયો નથી પણ સજ્ઝાય-સ્વાધ્યાય એવા શબ્દપ્રયોગો થયા છે. કાવ્યના અંતર્ગત વિચારો જોતાં સજ્ઝાય નામ ઉચિત લાગે છે. કારણ કે સઝાયમાં ત્યાગ-વૈરાગ્ય ભાવની પુષ્ટિ થાય તેવા વિચારો મહત્ત્વના ગણાય છે. જીવાત્મા ૧૮
Jain Education International
૧૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org