________________
– ૧૪. ભાસ - ભાસ લઘુ કાવ્યપ્રકાર હોવાની સાથે ચરિત્રાત્મક નિરૂપણવાળી દીર્ઘકૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. કવિ સમયસુંદરની ‘ભાસ' રચનાઓ ભક્તિ પ્રધાન છે તેના દ્વારા કવિની અભૂતપૂર્વ પ્રભુભક્તિનો પરિચય થાય છે. અત્રે અન્ય ભાસ રચનાઓનો પરિચય આપવામાં આવ્યો છે તે ઉપરથી મધ્યકાલીન સમયના અલ્પપરિચિત ભાસ કાવ્ય વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે.
શત્રુંજય ભાસ અથવા ઉનારડા ધવલ
૧૬મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા શ્રી શાંતિસૂરિએ શત્રુંજય ભાસની ૧૧ ગાથામાં રચના કરી છે. રચના કાળ સં. ૧૫૩૫ પહેલાંનો સંભવે છે. “ભાસ' સંજ્ઞાવાળી ઉપરોક્ત કૃતિ ભક્તિગીત સમાન છે. કવિ સમયસુંદરે પ્રભુ ભક્તિ અને તીર્થ વિષયક ભાસની રચના કરી છે એટલે “ભાસ” એ ભક્તિ ગીતના એક પ્રકાર તરીકે પણ પ્રાપ્ત થાય છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે :
આદિ - કરિ કવિ જણણિ પસાઉં, હંમઈ સરસતિ રદઈમ્ વયણલાં એ ગાયસ તીરથરાઉ હંમઈ સેત્રજ સેત્રજ ભવસાયર તણઉં એ. (૧) અંત - દૂરિ થિકઉ નહીં દૂરિ હંમઈ જઈ કિમ જઈ કિમ ઊજમ ઉપજઈએ ઈમ બોલાઈ શાંતિસૂરિ હંમઈ સેત્રુજ શેત્રુજ હઈ ધરિ આંગણઈએ. (૧-૧૫૫)
ભાસ ૧. કલ્પસૂત્ર વ્યાખ્યાન તથા કાલકસૂરિ ભાસ આ ભાસની રચના પીંપલગચ્છના આ. ગુણરત્નસૂરિના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org