________________
કવિ સમયસુંદરનાં ભાસ કાવ્યોનો પરિચય જૈન સાહિત્યમાં ભક્તિ માર્ગની વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ સર્જાઈ છે તેમાં ૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા ખરતરગચ્છના કવિ સમયસુંદરની આ પ્રકારની કૃતિઓ ભાસ-સ્તવન-ગીત-સજઝાય, ખ્યાલ, પદ અને તર્જ પ્રસિદ્ધ છે. ભાસ રાજસ્થાની છંદ છે. કંડખા છંદનું માળાન્તર છે. ભાસની રચના જૈન કાવ્ય પ્રકારના વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
ભાસ' નો અર્થ પ્રકાશ, ઝાંખી, આભાસ, પ્રકાશ પાડવો, બોલવું અથવા કહેવું થાય છે. સાહિત્યની દૃષ્ટિએ શબ્દોના માધ્યમ દ્વારા કહેવાનો અર્થ સમજવાનો છે. જૈન સાહિત્યમાં ભાસ રચનાઓથી મુનિજીવન, સતીઓના જીવનની યશગાથા, આચાર્યોના જીવનના પ્રસંગો, ગુરુમહિમા વગેરે વિષયોની પ્રાપ્તિ થાય છે. “ભાસ' લઘુકાવ્ય પ્રકાર છે તેમ છતાં દીર્ઘ રચનાઓ ભાસ' સંજ્ઞાથી પણ રચાઈ છે.
કવિ સમયસુંદરની ભાસ કૃતિઓ વિશેષ રીતે ભક્તિમાર્ગનું અનુસંધાન કરે છે. કવિ સમયસુંદરની ભાત રચનાઓનો સંગ્રહ “ભાસ શતકમ્ નામથી સં. ૧૬૯૭માં પ્રગટ થયો છે. “કુસુમાંજલિ' ભા. ૧ માં કવિની વિવિધ ભાસ રચનાઓનો સંચય થયો છે.
| વિનયસાગર મહામહોપાધ્યાય કુસુમાંજલિ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવે છે કે કવિ સમયસુંદરે લોકોને કાવ્ય માટે આકર્ષણ થાય તે માટે ગેય કાવ્ય પદ્ધતિનો આશ્રય લીધો હતો. ગેયતા સિદ્ધ કરવા માટે કવિએ પ્રસિદ્ધ દેશીઓ, ખ્યાલ, તર્જનો પ્રયોગ કર્યો હતો.
આ પ્રકારનાં કાર્યો આમ જનતા સુધી પહોંચીને હૃદયસ્પર્શી બન્યા છે. સંગીત શાસ્ત્રમાં છ (૬) મુખ્ય રાગ અને ૩૬ રાગ-રાગિણીનો ઉલ્લેખ મળે છે. રાગના ભેદની સાથે પ્રાંતીય ભાષામાં તેનું વૈવિધ્ય જોવા મળે છે. કાવ્યની ગેયતામાં સંગીત શાસ્ત્રના રાગ વૈવિધ્યનો પણ પ્રભાવ નોંધપાત્ર સ્થાન ધરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org