________________
સમયસુંદરની ભાસ રચનાઓ લઘુપદ્યખંડ જેવી છે. કવિએ આ રચનાઓમાં ગીતમ્ શબ્દ પ્રયોગ કરીને કાવ્યની ગેયતાનું મહત્વ દર્શાવ્યું છે. (ભાસગીતમ્). સમયસુંદરની ઉપલબ્ધ ખાસ રચનાઓ ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન કરે છે. કવિહૃદયમાં રહેલી પ્રભુભક્તિ અને ગુરુભક્તિને ‘ભાસ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. કવિની ભાત રચનાઓનો પરિચય નીચે પ્રમાણે
કવિને પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અપૂર્વશ્રદ્ધા અને ભક્તિ છે. ચિંતામણી પાર્શ્વનાથ દેવકી પાટણ મંડન પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, ફલોધિપાર્શ્વનાથ, ભાભા અને ભીડભંજન પાર્શ્વનાથ, શંખેશ્વર અને શેરીસા પાર્શ્વનાથ, કંસારી અને ખંભાયત (સ્થંભન) પાર્શ્વનાથ અને ગોડીજી પાર્શ્વનાથ નામના ભાસની કૃતિઓ રચી છે. આ કૃતિઓમાં ભક્તિની સાથે કવિ હૃદયની પ્રભુ પ્રત્યેની આત્મીય ભાવનાનો પરિચય થાય છે.
૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભાસ: ચિંતામણિ મ્હારી ચિંતા ચૂરિ, પારસનાથ મુઝ વાંછિત પૂરિ./૧ જાગતઉ દેવ તૂ હાજિર હજારિ, દુઃખ દોહગ અલગ કરિ દૂરિ. //રા ૨. અજાહરા પાર્શ્વનાથ : આવઉ દેવ જુહારઉ અજાહર પાસ પૂરઈ મનની આસ. તીરથ માંહિ મોટી રે, ત્રિભુવન માંહિ, જાગતી મહિમા જાસ. રા ૩. દેવકા પાર્શ્વનાથ જાત્ર કરણ સંઘ આવઈ ઘણા સનાત્ર કરઈ જિનવર તણા. દઉલિત આવઈ દાદઉપાસ, સમયસુંદર પ્રભુ લીલ વિલાસ. ////
ભાસ” રચનામાં ભક્તની આંતરભાવનાનું દર્શન થાય છે. દુઃખ દૂર થાય, પ્રભુનો મહિમા ગાવાની ભાવના પ્રગટ થાય. અંતરની અભિલાષા પૂર્ણ થાય, પ્રભુપૂજા-ભક્તિ-યાત્રા-સ્નાત્ર દ્વારા ભક્તિમાં તલ્લીનતા સધાય જેવા વિચારો મિતાક્ષરી શૈલીમાં પ્રગટ થયા છે. આ રચનાઓ ભાસ નામની છે પણ
(૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org