________________
પદ સમાન સ્થાન ધરાવે છે.
કવિએ તીર્થ અને તીર્થના મૂળનાયક ભગવાનના વિષયને લગતી ભાસ કૃતિઓ રચી છે. નાદુલાઈ મંડન નેમનાથ, પુરિમતાલ મંડન આદિનાથ, શત્રુંજય મંડન આદિનાથ, શૌરિપુરી મંડન નેમિનાથ, વગેરે કૃતિઓ રચી છે. નમૂનારૂપે શત્રુંજય આદિનાથની પંક્તિઓ જોઈએ તો તેમાં શત્રુંજયનો મહિમા ગાવામાં આવ્યો છે. ૪. ચાલઉ સખિ રે શેત્રુંજ જઈવઈ રે, તિહાં ભેટીઈ રિષભ જિર્ણદઈ રે.
નરગ તુલંચ ગતિ રૂંધાયઈર, મુઝ મતિ અતિ પરમાનંદ ૧ તેવીસ તીર્થંકર સમોસર્યા રે, ઈણ મુગતિ નિલઈ નિરકંખ રે, પાંચ પાંડવ શિવ ગયા રે, ઈમ મુનિવ કોડિ અસંખ રે. //૪l. ગિરનાર તીર્થ વિશે કવિના શબ્દો છે. દૂર થકી મોરી વંદણા, જાણે ક્યો જિનરાય. નેમિજી, ઉમાહિઉ કરિ આવિયઉં, પણિ કોઈ અંતરાય. નેમિજી. તૂ સમરથ ત્રિભુવન ધણી અંતરાય સવિ મેટી-નેમિજી, સમયસુંદર કહઈ નેમિજી, વેગી દેજ્યો ભેટિ. નેમિજી.
નેમનાથ ભગવાનનો વિશેષણયુક્ત ઉલ્લેખ કરીને પ્રભુને ભેટવાની ભાવના વ્યક્ત કરી છે.
અષ્ટાપદ તીર્થ ભાસમાં અષ્ટાપદ પર નિર્વાણ પામેલા આદીશ્વર ભગવાન, ભરત મહારાજાએ ૨૪ જિનેશ્વરોની પ્રતિમાના મંદિરની કરેલી સ્થાપના, તીર્થની આશાતનાના રક્ષણ માટે ખાઈ બનાવી અને યોજન પ્રમાણ આઠ પદ (પગથિયાં) બનાવ્યાં. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિથી અષ્ટાપદ આરોહણ કર્યું વગેરે ઐતિહાસિક માહિતી દ્વારા તીર્થપરિચય કરાવ્યો છે. કવિના રાગ વૈવિધ્યના નમૂનારૂપ અહીં મેરે લાલ દેશીનો પ્રયોગ કર્યો છે.
૬. મારું મન અષ્ટાપદ શું મોહ્યું? ફટિત રતન અભિરામ.મેરે લાલ...
(૧૭પ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org