________________
ભરતેસર જિહાં ભવન કરાયઉં, કીધું ઉત્તમ કામ. મેરે લાલ... II૧il સુરનર કિન્નર નઈ વિદ્યાધર સેવા સારઈ અમ. મેરે લાલ રૂા. તે અષ્ટાપદને પણ નિરખી, સીધા વાંછિત કાજ. મેરે લાલ... સમયસુંદર કહે ધન્ન દિવસ તે, તિહાં ભેટું જિનરાજ. મેરે લાલ ૬ll
કવિએ તીર્થ ભાસમાં એક એક કડીમાં શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર અને ફલોધિ પાર્શ્વનાથનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. ગહુલીના રાહથી ભાસની રચના કરે છે.
૭. સખિ ચાલઉરે, ચાલઉરે, હે ચતુર સુજાણ, ભાઈ રે આપે ભાવઈ – તીરથ ભેટસ્યા. સખિ વાસ હે સખિ વાસ કે ગઢ ગિરનારિ ઉંચા હે આપે ઉંચા હે ટુંક નિહાલ રૂપ, સખિ નમિસ્યા હે નમિસ્યાં નેમિનિણંદ પશિ પગિ કે આપે પગિપગિ પાપ વખાલસ્યા. / રા
કવિની પ્રાસયુક્ત રચનાથી લયબદ્ધ ભાસ હૃદયસ્પર્શી અને ભાવવાહી બનીને ગીત કાવ્યનો અનેરો આસ્વાદ કરાવે છે. કવિએ ઉપરોક્ત ભાસ ઉપરાંત ચંદ્રપ્રભ સ્વામી, ચોવીશ તીર્થકર, વિમલનાથ, ભાસની રચના કરી છે. સમયસુંદરની “ભાસ” રચનાઓ આ કાવ્ય પ્રકારના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. આ અલ્પ પરિચિત કાવ્ય પ્રકારની માહિતી સમય સુંદરની જ સિદ્ધિ નથી પણ સમગ્ર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની નવીનતાનું દર્શન કરાવે છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં ભાસ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકશે. (પા. ૩૩) જૈન સાહિત્યની ભક્તિ પ્રધાન કૃતિઓમાં નવી ભાત પાડતી ભાસ ની સમૃદ્ધિનો પરિચય આમ જનતાને ભક્તિમાર્ગમાં રસિકતાનો અનુભવ કરવા માટે પ્રેરક નીવડે તેમ છે.
નમૂના રૂપે ભાસ કાવ્યો પ્રગટ કરવામાં આવ્યા છે.
૧૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org