________________
છે. તેનાથી કર્મબંધ થાય છે માટે તેનો ત્યાગ કરવાનો છે.
ત્રણશું જોડી નેહઃ ત્રણ એટલે સમ્યફ જ્ઞાન-દર્શન અને ચારિત્ર સાથે પ્રેમ, સ્નેહ કરવો કે જે મોક્ષ અપાવનાર છે.
ચાર જણા શિર ચોટ કરચું : ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયનો ત્યાગ.
પાંચ મિથ્યાત્વનો ત્યાગ ઃ (૧) ખરા-ખોટાની પરીક્ષા કર્યા વિના પોતાની મતિમાં આવે તે સાચું માને તે અભિગ્રહિક. (૨) સર્વ ધર્મ સારા સર્વ દર્શન સારા સહુને વંદીએ - કોઈને નિદીએ નહિ એમ વિષ અને અમૃતને સરખા ગણે તે અનાભિગ્રહિક. (૩) જાણી જોઈને જૂઠું બોલે પોતાના અજ્ઞાનથી ભૂલે છતાં ખોટી પ્રરૂપણા કરે અને તેને કોઈ સમ્યદૃષ્ટિ સમજાવે તો પણ હઠ ન છોડે તે આભિનિવેશિક. (૪) જિનવાણીમાં સંશય રાખે અર્થાત્ સ્વઅજ્ઞાનતાથી સિદ્ધાંતના મર્મને સમજે નહિ તેથી આ સાચું કે તે સાચું? એ પ્રમાણે સંશયાત્મક રહે તે સાંશયકિ. (૫) અજાણપણાથી કાંઈ સમજે નહિ અથવા એ કે ઈન્દ્રિયાટિજીવને જે અનાદિકાળનું લાગેલ છે તે અનાભોગિક મિથ્યાત્વ.
છ-સાતઆઠ-નવ-દશને ટાળી ૬ છ કાયના જીવોની રક્ષા, વિરાધનાથી અટકવું. ૭ઃ સાત વ્યસનનો ત્યાગ - સાત ભયસ્થાનોનો ત્યાગ ૮: આઠ મદનો ત્યાગ – જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, ઐશ્વર્ય,
મૃત.
૯ : ધન, ધાન્ય, ક્ષેત્ર (ઘર) રૂપું, સોનું, રાચ-રચીલું, સ્ત્રી, નોકર, ચતુષ્પદ ગાય-ઘોડા વગેરે
૧૦ : આશાતના : જિનભવને અવશ્ય ત્યાજવા : તંબોલ, (૧) દેરાસરમાં પાન સોપારી કે મુખવાસ ખાવો, (૨) પાન-પાનક કે પાણી પીવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org