________________
(૩) ભોજનઃ ચા-નાસ્તો કે ભોજન લેવું, (૪) ઉપનિહ: ચંપલ-બૂટ સપાટ વગેરે પહેરવું, (૫) મૈથુન - મૈથુનક્રીડા આલિંગન, ચુંબન કે હસ્તકર્મ કરવું, (૬) શયન - સૂવું, (૭) થુંકવું, (૮) પેશાબ કરવો, (૯) ચંડિલ : ઝાડો કરવો, (૧૦) દ્યુત - જુગાર, પાના વિગેરેની રમત રમવી. આ મોટી આશાતનાઓ અવશ્ય વર્જવી.
૧૧ : અજવાળી અગ્યાર – શ્રાવકની ૧૧ પ્રતિમા દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ, મૈથુનત્યાગ, સચિત્તત્યાગ, સ્વયં આરંભ વર્જન અન્ય મારફતે આરંભ ત્યાગ, સ્વનિમિત્તાદિ કુએશન વર્જન, મુનિવૃત વર્તન,
બાર જણાનો આદર કરચું શ્રાવકના બાર વ્રત સ્વીકારવાં.
તેરનો કરી પરિહાર: કાઠિયા-આરાધનામાં વિઘ્ન રૂપ તેર કાઠિયાનો ત્યાગ. આળસ, મોહ, અવર્ણ, વાદ, અવજ્ઞા, સ્તબ્ધતા, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, રમણ-કામક્રીડાદિ.
પણ-અડ-નવ-સત્તર પાળી પણ સાધુનાં પાંચ મહાવ્રત અડઃ આઠ, અષ્ટ પ્રવચન માતા-પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ એમ આઠ. નવ: બ્રહ્મચર્યની નવ વાડનું પાલન. દશ દશયતિધર્મ.
સત્તરઃ સ્તર પ્રકારે સંયમ પાલન કરવું. પાંચ મહાવ્રત, પાંચ ઈન્દ્રિયના વિષયો, ચાર કષાય અને મન-વચન-કાયા, દંડ નિગ્રહ.
સત્તાવીશ ધરી સાથઃ સાધુના ૨૭ ગુણ, પ્રાણાતિપાત આદિ ૬ વ્રત, ૬ કાયના જીવોના નિગ્રહ, પાંચ ઈન્દ્રિય અને લોભ એમ ૬નો નિગ્રહ, ક્ષમાધારક ભાવની નિર્મળતા, સંયમ યોગોમાં ઉપર્યુક્ત, અશુભ મન, વચન, કાયાનો સંરોધ, બાવીસ પરિષહ સહન કરવા, મરણાંત કષ્ટ આવે તો પણ મુનિ ધર્મમાંથી ચલિત ન થવું.
૧૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org