________________
સાધુ કવિઓએ સ્તવન ચોવીશી ઉપરાંત વિવિધ વિષયને સ્પર્શતાં સ્તવનો રચ્યાં છે. સ્તવનોમાં ઢાળબદ્ધ રચનાઓ પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સ્તવનમાં દેવાધિદેવ તીર્થકર ભગવાનનો મહિમા ગાવામાં આવે છે. સ્તવનની ગાથાના અર્થ સમજાય તો ભાવોલ્લાસ આવે છે. તે દૃષ્ટિએ સ્તવન તેમજ અન્ય કાવ્ય કૃતિઓમાં પણ અર્થજ્ઞાન આવશ્યક છે. કેટલાક કવિઓએ અર્થસભર - તત્ત્વજ્ઞાનયુક્ત વિચારોના સંદર્ભમાં સ્તવન રચના કરી છે. તેમાં સંખ્યામૂલક હરિયાળીવાળી સ્તવન રચના કવિ ક્ષમા વિજયની સાત ગાથામાં પ્રાપ્ત થાય છે. તેમાં જૈન દર્શનના વિવિધ વિચારો ગૂઢાર્થ સ્વરૂપે રહેલા છે. હરિયાળી એ અર્થગંભીર અને ગૂઢાર્થ પ્રકારની છે તેવું આ સ્તવન ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય કરે છે. સ્તવનની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.
કવિ ઉદયરત્નની આ પ્રકારની રચના મહે તો નજીક રહસ્યો – પ્રગટ થયો છે. સ્તવનના પ્રારંભમાં કવિએ જિનાજ્ઞા પાલનનો મહત્ત્વનો સિદ્ધાંત દર્શાવ્યો છે.
આણા એ ધમ્મો” એ સૂત્ર પ્રચલિત છે તેને વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે ઓં તો આણ વહેસ્યાંજી માહરા રે સાહેબરી, હે તો આણ વહસ્યાંજી, આણ વહેમ્યાં, ભક્તિ કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર; અરજિન આગળ અરજ કરતા, લહેચ્યાં સુખ ભરપૂર. હેં.૧
કવિએ ૨ થી ૫ એટલે ૪ ગાથામાં સંખ્યાવાચક શબ્દો દ્વારા જૈન દર્શનના વિવિધ વિચારોનો સંદર્ભ પૂરો પાડ્યો છે. સંખ્યાવાચક શબ્દોનો અર્થ સમજાય તો ભાવની પરિણતિ ઉત્તમ કોટિની થાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે.
એકને ઝંડી (ત્યાગ) : અવિરતિ - સંયમ-વ્રત નિયમ રહિત જીવનનો ત્યાગ કરવો.
બેને ખંડી અહીં બેનો અર્થ રાગ-દ્વેષનું ખંડન-નાશ-ત્યાગ સમજવાનું
(૧ ૧ ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org