________________
- ૧૯. બાલાવબોધ – જૈન સાહિત્યની મૂળભૂત કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ હતી. ત્યારપછી મૂળગ્રંથોની ટીકા સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ માત્ર વિદ્વાન વર્ગને જ આસ્વાદયોગ્ય બને છે. આવી કૃતિઓનું વિવેચન અને અનુવાદની જૈન સાધુઓની પ્રવૃત્તિથી જૈન-જૈનેત્તર સમાજમાં ધાર્મિક જ્ઞાનપ્રાપ્તિ માટેનો એક નૂતન માર્ગ અસ્તિત્વમાં આવ્યો છે.
બાલાવબોધ આ પ્રકારની રચનાઓનું ઉદાહરણ છે. બાલ-અવબોધની સંધિથતાં બાલાવબોધ શબ્દ રચાયો છે. બાલનો અર્થ બાળક નહિ પણ જ્ઞાનના અર્થમાં બાળક છે એમ સમજવાનું છે. અન્ય રીતે વિચારીએ તો બાળકને જ્ઞાન હોય તેવી રીતે ધર્મગ્રંથોમાં જે અગાધ જ્ઞાનનો વારસો છે તેનું જ્ઞાન નથી એવી વ્યક્તિ બાલ-બાળક છે.
આવા બાલ જીવોને માટે અવબોધ માટે રચાયેલી કૃતિ બાલાવબોધ કહેવાય છે. ગદ્ય સાહિત્યની પ્રાચીન રચના તરીકે જૈન સાહિત્યના બાલાવબોધનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યમાં બાલાવબોધ શબ્દ પ્રચલિત છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા બાલાવબોધ વિશે જણાવે છે કે :
બાલાવબોધ જૈન સાહિત્યનો શબ્દ છે તેમ છતાં અર્થ વિસ્તારથી વિચારીએ તો ભાગવત્, ભગવદ્ ગીતા, ગીતગોવિન્દ, ચાણક્યનીતિ શાસ્ત્ર, યોગવસિષ્ઠ, સિંહાસન બત્રીસી, પંચાખ્યાન, ગણિતસાર આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઈતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય. આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં મૂળ ગ્રંથનો અનુવાદ હોય છે તો કેટલીક વાર દષ્ટાંત કથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂળનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. બાલાવબોધ ઉત્તરકાલીન પ્રકાર “સ્તબક” અથવા “ટબો' રૂપે ઓળખાય છે.
બાલાવબોધ એક શિષ્ટ રચનાનો પ્રકાર છે. બાલાવબોધની રચનાઓ
૨૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org