________________
અનુવાદકલા, ભાષાવિકાસની સાથે ગદ્ય સાહિત્યના દષ્ટાંતરૂપે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે.
બાલાવબોધના પ્રાચીન ઉદાહરણ તરીકે બે દૃષ્ટાંત નોંધવામાં આવ્યાં
બાલાવબોધ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથો અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોને કેન્દ્રમાં રાખીને બાલાવબોધની રચના થઈ છે. સૂત્રકૃતાંગ, ચઉશરણપયન્ના, ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર, પડાવશ્યક, પ્રશ્ન વ્યાકરણ, નંદીસૂત્ર, દશવૈકાલિક, કલ્પસૂત્ર ઉપરાંત નવતત્ત્વ, સંગ્રહણી, વિવેકવિલાસ, ચાતુર્માસિક વ્યાખ્યાન, ક્ષેત્ર સમાસ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર, અજિતશાંતિ, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, નવકાર ઋષિમંડલ, સંબોધસત્તરી કર્મગ્રંથ દંડક, ઉપદેશમાલા, શીલોપદેશ માળા વગેરે બાલાવબોધ છે. આ સૂચિ મોટી છે. અત્રે નમૂનારૂપે બાલાવબોધનાં નામ આપ્યાં છે. આ પ્રકારની રચનાઓ મોટેભાગે અપ્રગટ અમદાવાદ-ખંભાત-પાટણ-લીંબડી-વડોદરા જેવા જ્ઞાન ભંડારોમાં સુરક્ષિત છે. ગદ્ય સાહિત્યના અભ્યાસની સાથે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આધારભૂત સાધન છે.
૧. ઈ.સ. ૧૩૦૨માં લખાયેલું સર્વતીર્થ નમસ્કાર સ્તવન અને નવકાર વ્યાખ્યાન ગદ્ય રચનાના નમૂનારૂપે નીચે પ્રમાણે છે.
માહરી નમસ્કાર અરિહંત હઉ. કિસા જિ અરિહંત;
રાગદ્વેષરૂપિઆ અરિ વયરિ જેહિ હણિયા, અથવા ચતુષષ્ટિ ઈન્દ્રલંબધિની પૂજા મહિમા અરિહઈ;
જિ ઉત્પન્નદિવ્યવિમલકેવલજ્ઞાન, ચત્રિીસ અતિશયિ સમન્વિત,
અષ્ટમહાપ્રાતિહાર્ય શોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ અરિહંત ભગવંત માહરઉ નમસ્કાર હઉ. III
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org