________________
આનંદની અનુભૂતિ અને આવકાર
કવિવર શુભવીર વિજયજી મ. ફ૨માવે છે કે ‘જિન શાસન જયકાર’ સમગ્ર વિશ્વમાં રહેલા સર્વ જીવોનું હિત અને કલ્યાણ કરવાની તાકાતવાળું એવું આ જૈન શાસન છે. બલિહારી છે જગતમાં અલબેલા એવા આ જિનશાસનની, જેની શીતલ છાયામાં જગતભરના જીવો આનંદનો અને શાતાનો અનુભવ કરી રહ્યાં છે. એવા આ જૈન શાસનની સ્થાપના આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ છે. જૈન શાસનના સ્થાપક ચરમ તીર્થાધિપતિ વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન હતાં.
એવા એ પરમાત્મા પાસેથી ત્રિપદી પામીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તે પછી શ્રુત રચનાનો પ્રવાહ પણ આગળ વધતો ગયો. સાથોસાથ ભગવાનનું શાસન પણ પ્રવાહથી આગળ વધતાં વધતાં આપણાં સુધી પહોંચ્યું એટલે કે આપણને આ માનવભવમાં જન્મતાં જ જૈન શાસનની પ્રાપ્તિ થઈ. દ્વાદશાંગી-પછી આગમ પંચાંગી-સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો, ગદ્ય-પદ્ય સાહિત્ય, તર્ક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય એમ વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન જે તે વિષયના પ્રકાંડ વિદ્વાનોએ અને પ્રતિભાશાળી ભાગ્યવંતોએ રચ્યું. વલ્લભીપુરમાં આગમો આદિ શ્રુત સાહિત્ય પુસ્તકારૂઢ થયા પછી તે તે ગ્રંથો રચાતાં ગયાં અને તાડપત્રો-કાગળ આદિ ઉપર લખાતાં ગયાં. એમાંના કેટલાંય ગ્રંથો નાશ પામ્યા છે તો પણ જે કંઈ બચ્યું છે અને આપણને વારસામાં મળ્યું છે એ પણ વિપુલ પ્રમાણમાં છે. એનો પણ અભ્યાસ કરવામાં એકાદ-બે નહિં પરંતુ અનેક ભવો વીતી જાય.
આવા અગાધ શ્રુતસાગરમાંથી ડૂબકી મારીને જેવી રીતે મરજીવાઓ રત્નો મેળવી લે છે એવી રીતે ડૉ. કવિન શાહે પણ એક નવો જ વિષય પસંદ કરીને તેની આપણને ભેટ ધરી છે. જેમ જેમ કાળનો પ્રવાહ આગળ વધતો જાય તેમ તેમ સાહિત્ય રચનામાં નવા નવા પ્રકારો ખેડાતાં જાય – નવી નવી ક્ષિતિજો વિકસતી જાય છે. છેલ્લા ૧૦૦૦ વર્ષમાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org