________________
જવિવિધ પ્રાંતીય ભાષાઓમાં જુદા જુદા પ્રકારના સાહિત્યની રચનાઓ તે તે કામમાં તે તે વિદ્વાનોએ અને ગૃહસ્થ વર્ષે પણ કરી છે. એનો અભ્યાસ તો જ્યારે થાય ત્યારે ખરો. પરંતુ આપણા જાણીતા-વિદ્વાન-સંશોધક ડૉ. કવિન શાહે સદરહુ વિષય અંગે સંશોધન કાર્ય આગળ ધપાવ્યું. જુદા જુદા કાવ્ય સાહિત્યના પ્રકારોનો - રચનાઓનો અભ્યાસ કરતાં ગયાં. ટાંચણ કરતાં ગયા, પત્ર વ્યવહાર પણ કરતા ગયા, તે તે વિષયના જાણકાર એવા વિદ્વાન પૂજ્યોને અને ગૃહસ્થોને મળીને, તો વળી કોઈની સાથે પત્રવ્યવહારથી સંપર્ક કરતા ગયા. પરિણામે આપણને આજે આ ગ્રંથરત્નની ભેટ મળી છે. આંખની નબળાઈ, થોડીક શારીરિક પ્રતિકૂળતા વચ્ચે પણ દૃઢ મનોબળ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા જરૂરી બીજાની સહાય લઈને પણ આ કાર્ય પૂરું કર્યું.
આ પુસ્તક વાંચતાં જાણે કે આપણી સામે એક નવી જ સૃષ્ટિ ખડી થઈ જાય છે. આમાંના ઘણાં કાવ્ય પ્રકારો કે તેના નામો – તેનું બંધારણ વિગેરે જિંદગીમાં પહેલી જ વાર જાણવા મળે છે. સાથોસાથ તે તે કાવ્ય પ્રકારોની કૃતિનો આસ્વાદ પણ જાણવા-માણવા મળે છે ત્યારે મન આનંદથી તરબોળ થઈ જાય છે.
તેઓએ મને વિનંતી કરતાં મેં સમગ્ર પુસ્તક જોયું અને તપાસી આપ્યું, જરૂરી સૂચનો પણ કર્યાં. આ રીતે મને પણ સ્વાધ્યાયનો લાભ મળ્યો એ મારે માટે ખૂબ આનંદનો વિષય છે.
ડૉ. કવિન શાહે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તકોની રચના કરીને સમાજને ચરણે ધર્યા છે પરંતુ આ તો એક અનોખો જ વિષય પસંદ કરીને તેના ઉપર કલમ ચલાવીને આવા સુંદર ગ્રંથરત્નની સંઘને ભેટ ધરી છે તે ખરેખર અનુમોદનીય છે.
સૌ કોઈ આત્માર્થી જીવો આ ગ્રંથના અભ્યાસ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરીને પરમ પદને પામો – એ જ અંતરની અભિલાષા.
-રત્નભૂષણસૂરિ, વાપી.
Jain Education International
M
For Private & Personal Use Only
www.jainelibrary.org