________________
આભ મંડલ કાગલ કરૂં રે, સાયર જલ મષિ થાઈ તજઉ તમ્ય ગુણ સુર ગુરુ લિખઈ રે, તુહઈ પાર ન આવઈ, ગુણ સંભારઈ વિરહ સંતાવઈ. જી જીવન જી. ર૩ અંતમાં કવિના શબ્દો છેઃ જયવંત સૂરિ વર વયણ રસાલાં, ભગતઈ ગાઈ જિન ગુણ માલા.
સીમંધર સ્વામીની ભક્તિ કરવાથી અંતે શિવરમણી પ્રાપ્ત કરશે એમ ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે.
આ ચંદ્રાઉલા દ્વારા સીમંધર સ્વામીના ગુણગાન સાથે ભક્તની સાચા હૃદયની પ્રભુભક્તિ અને વિરહની માહિતી પ્રાપ્ત થાય છે. રસ અને અલંકારની દૃષ્ટિએ પણ કવિત્વ શક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે. ૪. ૧૭મી સદીના કવિ જ્ઞાનસાગરે સં. ૧૬૫૫ જીર્ણગઢ (જૂનાગઢ)માં નેમિ ચંદ્રાવલા કૃતિની રચના ૧૪૪ કડીમાં કરી છે. આ કૃતિમાં નેમનાથ ભગવાનના ગુણ ગાવામાં આવ્યા છે. તેમાં ચંદ્રાવલા દેશીનો પ્રયોગ થયો છે એટલે કૃતિનું નામ નેમિ ચંદ્રાવલા નિર્ધારિત થયું છે. આરંભના શબ્દો છે :
સરસતિ ભગવતી મન ધરી રે, સમરી શ્રી ગુરુપાય નેમકુમર ગુણ ગાયવા રે, મુજ મન ઉલટ થાય, મુજ ઉલટ થાય અપાર, સ્તવસ્ય યાદવ કુલ શિણગાર, બાવીસમાં જિનવર બ્રહ્મચારી, જય જય નેમજી જગ હિતકારી રાજીમતી ભરથાર વલી વલી વંદીયે રે. રેવંત ગિરિ હિતકાર, દેખ્યાં ચિત્ત આણંદીયે રે. રાજીમતી. આ રચના અપ્રગટ છે. અત્રે તેની સંક્ષિપ્ત નોંધ આપી છે.
(૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org