SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રી પાર્શ્વનાથજીના ચંદ્રાવલા કૃતિ શ્રી જૈન હિતેચ્છુ મંડળ ભાવનગરના એક સભ્ય દ્વારા સં. ૧૮૩૯માં પ્રકાશિત થયેલ છે. આ કૃતિની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. અન્ય દર્શનીઓમાં વસંત ઋતુને વિશે ગાવાને માટે યુધ વિગેરે કર્મબંધનના હેતુરૂપ પાંડવવા વગેરે ચંદ્રાવલા દૃશ્યમાન થાય છે પરંતુ આપણા સર્વોત્કૃષ્ટ જૈન ધર્મ તેવા ચંદ્રાવાગ બે-ત્રણ ઉપરાંત વિશેષ બનેલા જણાતા નથી. તેમાં વળી છપાયેલા તો બિલકુલ છે જ નહીં. તેથી એવી લખેલી પરતો સઘળાઓના ઉપયોગમાં આવી શકતી નથી. તેવી તરહની એક સાધારણ ખોટ પૂરી પાડવાને અર્થે શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ મંડળના એક અલ્પમતિ સભાસદે સ્વશક્તિ અનુસાર શ્રી પાર્શ્વજીના જન્મ ચરિત્રના વૃત્તાંત યુક્ત ચંદ્રાવલા બનાવેલા છે. પ્રસ્તાવનાને આધારે ચંદ્રાવલી રચનાનું પ્રયોજન જાણવા મળે છે. જૈન ધર્મમાં મિથ્યાત્વનો ત્યાગ કરવાનો ભગવંતનો સાચો ઉપદેશ છે. એટલે મિથ્યાત્વમાંથી બચીને સમકિતને શુદ્ધ કરવા - ટકાવી રાખવા માટે આ પ્રકારની રચનાનું પઠન-પાઠન-શ્રવણ ઉપકારી છે એમ સમજાય છે. આ રચના ચરિત્રાત્મક હોઈ તેની વિશેષ વિસ્તારથી નોંધ ન લખતાં કૃતિનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. કવિએ ચંદ્રાવલા દેશીનો પ્રયોગ કરીને પાંચ પ્રકરણમાં વિભાજન દ્વારા પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકનું વર્ણન કર્યું છે. ચંદ્રાવલાના કર્તા વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી પણ પ્રસ્તાવનામાં જે માહિતી છે તેનો પ્રથમ પ્રકરણના અંતમાં સંદર્ભ મળે છે. હિતેચ્છુ નિત ધામે પરવરી એણી પરે છપ્પન દિકકુમારી, ગુણ ગાવે પ્રભુ પાસ. કવિએ વસ્તુ વિભાજન માટે પ્રકરણ શબ્દપ્રયોગ કર્યો છે અને અંતે દોહરાથી પછીના પ્રકરણની માહિતી આપી છે. ૮૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy