________________
બીજે સર્ગે એ કહ્યો, પાર્શ્વતણો અધિકાર મન સ્થીર રાખી સાંભળો, છે બહુ વાત રસાળ.
‘સર્ગ’ શબ્દ પ્રયોગ વિભાજનનું સૂચન કરે છે.
કવિએ મધ્યકાલીન કાવ્ય શૈલીનું અનુસરણ કરીને ચંદ્રાવલાની રચનાના આરંભમાં દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વસ્તુ નિર્દેશ કર્યો છે.
પ્રથમ નમી જીન રાજને, સમરી સારદ માય, પભણું પાર્શ્વ જીણંદનું, જન્મચરિત્ર ઉછાંય ॥૧॥
કવિએ ચંદ્રાવલાની ફળશ્રુતી વિશે નીચે પ્રમાણે જણાવ્યું છે. એણીપરે પાર્શ્વતણા ગુણ ગાવે, હરખે ધરી મન માંહી, શ્રવણે સુણલાં પાતીક નાસે સમકિત દીલ ઉછાંહિ. સમકિત દીલ ઉછાંહિથી લેશે, આતમ તત્ત્વનો અનુભવ થશે, અચળ સુખ અમર પદ પાવે
એણી પરે પાર્શ્વ તણા ગુણ ગાવે, હરખીથકી મનમાં હિ. ૧૫૧॥
પ્રથમ પ્રકરણમાં પ્રભુનો જન્મ, બીજા પ્રકરણમાં પ્રભુના જન્મ મહોત્સવની ઉજવણી, ત્રીજામાં પ્રભુનો દીક્ષા મહોત્સવ, ચોથામાં કેવળજ્ઞાન, પાંચમામાં નિર્વાણ કલ્યાણની માહિતી દ્વારા પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રનો પરિચય થાય છે. કૃતિ ચંદ્રાવલાની છે પણ તેનો અંતર આત્મા ‘વધાવા’ પંચકલ્યાણક સ્તવનની સાથે સામ્ય ધરાવે છે. આજથી ૧૬૫ વર્ષ પૂર્વે ચંદ્રાવલા પ્રકારની કાવ્ય કૃતિ પ્રગટ થઈ છે. અન્ય ચંદ્રાવળા હસ્તપ્રતમાં સુરક્ષિત છે તેનો સમય ૧૭મી સદીનો છે એટલ ચંદ્રાવલા કાવ્યનો ૧૭મી સદીથી પ્રારંભ થયો છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતામાં એક અભિનવ સ્વરૂપનો પરિચય ભક્તિમાર્ગની અને કાવ્ય સૃષ્ટિની અનોખી સફર કરાવે છે.
૬.
સોળમી સદીના અંચલગચ્છ - વિધિગચ્છના ગુણનિધાન સૂરિના શિષ્ય નેમિનાથના ચંદ્રાવલાની ૨૬ કડીમાં રચના કરી છે. તેની સંક્ષિપ્ત માહિતી
Jain Education International
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org