________________
સંકડામણ થઈ ગઈ છે એમ કવિ જણાવે છે. આ તો પ્રભુનો વિવાહ એટલે આવી સ્થિતિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.
ઈંદ્ર મહારાજાનો ભંડારી કિંમતી રત્નો અને અન્ય સામગ્રી લઈને આવી લગ્ન માટેના મંડપની રચના કરે છે.
વિવાહ પ્રસંગે સ્ત્રીઓ ધવલ-મંગળ ગીત ગાય છે તેનો આ વિવાહલોમાં અવારનવાર ઉલ્લેખ થયો છે. લગ્ન પ્રસંગે વાજાં વાગે છે. બંદીવાનને મુક્ત કરવામાં આવે છે. દેવો નાટક કરે છે. અમારી પડહવગડાવીને બધાંને લગ્નમાં પધારવા માટે જાણ કરવામાં આવે છે. જીવોને અભયદાન આપવામાં આવે છે. પ્રભુના વિવાહની કેવી બલિહારી છે? લગ્નમાં પીઠી ચોળવાનો પ્રસંગ નોંધપાત્ર છે. કવિના શબ્દો છે:
બે ચાર નિકાયની દેવી રે, પીઠી લઈ પ્રભુ પદ સેવિ રે, અન્યોઅન્ય હસતી બોલે રે, વરને પીઠી સહુ ચોળે રે. દી પીઠી ચોળ્યા પછી સ્નાન કરાવવા માટે તીર્થોદક લાવવામાં આવે છે. પ્રભુ હાથી પર બેસીને પરણવા જાય છે ત્યારે કુણે બહેન કુમારિ, પાછળ લુણ ઉતારે.
બારમી ઢાળમાં ઈંદ્ર અને વેવાણ વચ્ચેના પ્રશ્નોત્તરને કાવ્યવાણીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દષ્ટાંત રૂપે નીચેની પંક્તિઓ જોઈએ તો : જીરે પહેલું ધુસરું તે આદર્યું રે, જીરે ધુસરું ગાડલે હોય રે, ધુસરે કેમ? જીરે ધાન ઉપજે ઘણું છેહથી રે, જીરે મંગળ રૂપી તે જોય રે. //રા મુસળ આપે છે તેનાથી તંદુલ (ચોખા) થાય છે. રવૈયાથી ઘી મળે છે.
(૧૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org