________________
સો વરસનું આઉખું પાળી, ટાળી કરમ વિપાક રે, સમેતશિખર ગિરિ ઉપરે પામ્યા પ્રભુ શીવ શર્મરે. llll
પ્રભુના વિવાહ પ્રસંગે ઈંદ્ર-ઈંદ્રાણી પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. રાજકુળના પરિવારની સાથે નગરના નર-નારીઓ જાનમાં હોય તે તો સ્વાભાવિક છે પણ અહીં તો ઈંદ્ર-ઈંદ્રાણી આવીને લગ્નનો આનંદ માણે છે. સ્વર્ગમય સુખમાં રચ્યાપચ્યા રહેતા ઈન્દ્રને પ્રભુના વિવાહનો પ્રસંગ અતિ આનંદદાયક લાગે છે. સ્વર્ગમાં તો આવો વિવાહ પ્રસંગ નિહાળવાનો હોતો નથી એટલે આ વિવાહલો કાવ્ય નામ પ્રમાણે ગુણ ધરાવે છે. ત્રીજી ઢાળમાં વિવાહની તૈયારીનો ઉલ્લેખ થયો છે તેમાં અર્વાચીન કાળનો સંદર્ભ જોવા મળે
વડીવડાવણ મૂકે વડિઓ, પાપડ ઘણા વણાએજી, પેંડા બેડા વિવિધ જાતનાં, બહુ પકવાન તલાયજી, દરજી શીવે નવ નવા વાઘવા, ઘાટ ઘડે સોનારજી.
ભગવાનના વિવાહનો ઓચ્છવ જાણીને ઈંદ્ર-ઈંદ્રાણી પધારીને પ્રભુને ચરણે શીશ નમાવે છે અને કહે છે :
તું પુરૂષોત્તમ જગજન પાવન, પૂરણાનંદવિલાસીજી તું અવિનાશી ભવ જીત કાશી, મુકુરાનંદન આભાસીજી. સ્વર્ગીય સુખમાં રાચતા ઈન્દ્ર વામા માતાને કહે છે કે તુજ સુતના કિંકર અમો એ જ અમારો નાથ વિવાહ જાણી આવીયો, અણછેડ્યો હું આજ. ફરમાવો મુજને તુમે જે અમ સરિખું કાજ.
પ્રભુના વિવાહમાં ભુવનપતિ, વૈમાનિક વ્યંતરના હવે ઈંદ્ર સબર થઈ તિમ આવિને નમે પ્રભુ પદ અરવિંદ.
વિવાહ પ્રસંગે સૂર્ય-ચંદ્ર પણ આવે છે અને માનવમેદની ઉભરાય છે.
૧૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org