________________
સાસુ નણંદ તણાં વચન પ્રતિ પાળજે પાછો પડુતરજી કેહિ વાળને ભાળજે દ્રષ્ટિ ભુમી ભણીજી. પારકાં પુરુષ શું વાત નવ કરીએ અધિક સર્વ બોલતાં, સર્વથી વરજીએ પીજીએ ચરણ જળ નાથનું જી. કોપજે મત કહાં ધરમને રોપજે ઉપજે શીળને મરમને રોપજે ગોપજે મલીન આચારજી. જાણજે સજ્જને ખેદ ચિતરાણને તાણજે હઠને તું વાતને છાણજે આણજે મન દયા સર્વનીજી. પીજીએ હે તવ ગુણ સદા લીજીએ દીજીએ દાન, બહુ નવિ ખીજીએ કીજીએ ઉચિત સહુ કામને જી.
ઉપરોક્ત વર્ણનના પ્રસંગોથી લગ્નના પ્રસંગની બધી જ માહિતી મળે છે તદુપરાંત કવિની ઉપમા અને શબ્દ વૈવિધ્ય દ્વારા ચિત્રાત્મક અભિવ્યક્તિ કાવ્ય કલાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. આ વર્ણન એવું મૂર્તિમંત રીતે આલેખાયેલું છે કે દૃષ્ટિ સમક્ષ લગ્ન પ્રસંગના દર્શનની અનેરી અનુભૂતિ થાય છે.
પાર્શ્વનાથ ભગવાન ૩૦વર્ષગૃહસ્થપણે રહ્યા અને પછી સંયમ અંગીકાર
કર્યો.
ત્રીસ વરસ ગૃહવાસમાં, સુખ વિલસે સુખકારી રે, લોકાંતિક સુર કેણથી, સંજમ લે અધિકારી રે. ૪
ત્યારપછી પ્રભુને કેવળજ્ઞાન થયું. આયુષ્ય પૂર્ણ કરી મુક્તિ પામ્યા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસંગોનો મિતાક્ષરી સંદર્ભ મળે છે.
ચોરાશી દિવસ પ્રભુ પામ્યા, નિર્મળ કેવળ નાણ રે, સંઘ ચતુર્વિધ થાપીને વરતાવો નિજ આણ રે. પો.
૧૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org