________________
આદિ - સમરૂ સરસતિ સામિની આપો અવિચલ વાણી શ્રી વિજયસિંહસૂરી તણોજી બોલ સહું નિરવાણી માહરા ગુરૂજી તું મનમોહન વેલિ.
અંત -
સંવત સતર નવોત્તરઈ રે અહમદપુર મઝારિ સહુ ચોમાસું એકઠા રે શ્રાવક સમકિત ધારો રે ભાદ્રવા વદિ દીપતી રે છઠુિં નંઈ સોમજ વાર વાસુપૂજ્ય પસાઉલઈ રે યુણિઓ એ ગણધાર રે ગુરૂપંકજન્મમરલો રે આણી મન ઉલ્લાસ વીરવિજય મુનિ વીનવઈ રે પૂરો સંઘની આસો રે સુણિ સુણિ સાહિબા એક કરું અરદાસો રે કાં છોડ્યો નિરાસો રે સુણિ સુણિ સાહિબા સુણિ. (૪/૧૬૫) વિજયાણંદસૂરિ નિર્વાણ સજઝાય
૧૮મી સદીના તપગચ્છના લબ્ધિવિજયના શિષ્ય બાણવિજયે વિજયાણંદસૂરિ નિર્વાણ સજઝાયની રચના ૪૩ કડી પ્રમાણ સં. ૧૭૧૧માં કરી છે. અહીં નિવણ સાથે સઝાયનો પ્રયોગ થયો છે. સઝાયનો પર્યાયવાચી શબ્દ સ્વાધ્યાય છે તે દષ્ટિએ વિચારીએ તો પૂ. વિજયાણંદસૂરિનું જીવન અને ગુણો શિષ્યોને માટે મહાન ઉપકાર કરનાર છે એમ જાણીને ગુરુભક્તિથી પ્રેરાઈને આ કૃતિની રચના કરી છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૭. સંવત શશિ શશિ મુનિશશિ, ભાદ્રવા વદિ ભોમવાર રે,
તેરસ સઝાય રચ્યો ભલો, બારેજે જયકાર રે. ll૪૧ી
(૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org