________________
શુભકરણી અનુમોદતાં સુણતાં શ્રી સિદ્ધાંત, દરિસણ કરતાં દેવનું મુખિ કહિતાં અરિહંત. (૯) સાવધાન શુભ ધ્યાનમાં જપતાં શ્રી નવકાર, રાજસાગરસૂરીસરુ પામ્યા સુર અધિકાર. (૧૦)
ગુરુનિર્વાણનો વિલાપ, ગુણ સ્મરણ, અંતિમ સંસ્કાર અને ગુરુનિર્વાણ પછીના મહોત્સવના પ્રસંગોનું ઢાળબદ્ધ નિરૂપણ થયું છે.
નિર્વાણ” કાવ્ય સંજ્ઞાવાળી કૃતિઓમાં આ રચના વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ચરિત્રાત્મક નિરૂપણના વિવિધ પ્રસંગોનું ભાવવાહી વર્ણન હોવાની સાથે સમકાલીન અમદાવાદ નગરનો પરિચય અને પુણ્યશાળી શ્રેષ્ઠિઓનો પરિચય નોંધપાત્ર છે.
કાવ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ કરી છે. રાસ-નિર્વાણ-સ્વાધ્યાય-સજઝાય જેવા શબ્દપ્રયોગો કરીને કાવ્ય સંજ્ઞાઓ દ્વારા કવિત્વ શક્તિનો પણ પરિચય થાય છે. ઢાળમાં વિભાજિત - દેવગુરુ અને સરસ્વતીની સ્તુતિ - જીવનના વિવિધ પ્રસંગોનું વર્ણન. શાસન પ્રભાવક કાર્યો, ગુરૂપરંપરા, રચનાસમય વર્ષ, ગામ મહિનો અને તિથિની માહિતી દ્વારા કાવ્યમાં વિવિધતા નિહાળી શકાય છે.
વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાય
૧૮મી સદીના તપગચ્છના મુનિમેરૂના શિષ્ય વીરવિજય વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાયની રચના સં. ૧૭૦૯માં કરી છે. તેમાં પૂ.શ્રીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે એટલે આ રચના ચરિત્રાત્મક છે. કવિએ નિર્વાણ અને સ્વાધ્યાય એમ શબ્દ પ્રયોગ કરીને ગુરુ મહિમા ગાવાની સાથે એમના ગુણોનો જીવનમાં સ્વાધ્યાય એ પણ શિષ્યને માટે મહાન ઉપકાર કરનાર છે એમ કહીએ તો તે ઉચિત લેખાશે. દષ્ટાંત રૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે.
૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org