________________
જિહાં લગઈ અંગઈ લગારઈ દીઠું મહિમા ભાવંઈ ભગત, તિહાંલગઈ પૂજી વધાવી ચિતા તે ઈમ ઉત્સવ અતિ શક્તિઈ. સો.૪૭ શ્રી વિજયસેન ગુરૂ નામ મહામંત્રનું ધ્યાન મનમાં વરૂ ભવિક પ્રાણી શોક કો મત ધરુ અધિક સંવર કરૂં પરિહરૂ અઠદસ પાપ આણી. જી. પ૬ જગમાંહિ મહિમા ગુરૂ તણઉ જે અતિઘણઉ છઈમઈ સુણ્યઉ દોય હાથ જોડી બુદ્ધિ થોડી ઠામિ કોડિ સઉ ગુણ્યઉ શ્રી વિજયદેવ સૂવિંદ નંદઉ ભાવિ વંદઉ વલીવલી વરવિબુધ વીપા સીસ વિદ્યાચંદ આશા સવિરલી. જી. પ૭ શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ
સાગરગચ્છના કૃપાસાગરના શિષ્ય તિલકસાગરસૂરિજીએ ૧૮મી સદીના મધ્યકાળમાં શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસની રચના કરી છે. પ્રવર્તક કાંતિવિજયજીના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે રાસ રચનાનું પ્રકાશન થયું છે. આ રાસનું વસ્તુ ૨૧ ઢાળમાં વિભાજિત થયું છે. અહીં નિર્વાણ સંજ્ઞાનું પ્રયોજન શાસનપ્રભાવક આચાર્યનું નિર્વાણ ગુરુ ભક્તિ, મહિમાના સંદર્ભમાં રહેલું છે. સાચા અર્થમાં તો આ રાસ કૃતિ છે. તેમાં રાજસાગરસૂરિની દીક્ષા, પદવી અને શાસન પ્રભાવનાનાં કાર્યોની સાથે અમદાવાદના આ રાસમાં ચરિત્રાત્મક માહિતી ઉપરાંત સાતમી ઢાળમાં અમદાવાદ શહેરનું વર્ણન, આઠમી ઢાળમાં અમદાવાદનાં શેઠિયાઓની નામાવલી રાજનગરના જૈનોની ધર્મપરાયણતા અને સમૃદ્ધિનો પરિચય કરાવે છે. ૧૩મી ઢાળમાં પૂ.શ્રીના સ્વર્ગવાસનું વર્ણન છે. ૫. વરસ ચઉરાસી આયુનિ અંતિઘણી પ્રસિદ્ધિ
લખ ચોરાસી જીવનિ ખિમતિ ખામણા કિદ્ધ. (૮)
|
Aત
(૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org