________________
(૪) ઋત્વજ વિવાહ - દીકરીને પરણાવીને ધનધાન્ય, દાયજો વગેરે આપીને વિવાહ કરવામાં આવે છે.
(૫) ગાંધર્વ વિવાહ - રાજકુમાર અને રાજકુમારીનો વિવાહ આ પ્રકારનો છે.
(૬) અસુર વિવાહ - કુટુંબને ખબર ન પડે તે રીતે ગુપ્ત રીતે યુવાનયુવતી લગ્ન કરે તે અસુર વિવાહ જાણવો.
(૭) રાક્ષસ વિવાહ- સત્તા-પૈસાના બળથી કન્યાની ઈચ્છા ન હોય તો પણ પરાણે વિવાહ કરે તે રાક્ષસ વિવાહ જાણવો.
(૮) પિશાચ વિવાહ - પિતાના ઘેરથી કન્યાનું અપહરણ કરીને વિવાહ કરે છે તે આ પ્રકારનો છે.
આઠવિવાહમાં પ્રથમ ચાર ધર્મવિવાહ ગણાય છે. બાકીના ચાર અધર્મ વિવાહ છે તેનો ત્યાગ કરવો જોઈએ. પ્રજાપતિ વિવાહ આચરવા જેવો છે. તેનાથી ચારવર્ણની (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર) વૃદ્ધિ થાય છે. સંસારનું ચક્ર ચાલે છે. પાર્શ્વનાથ ભગવાનનો વિવાહ પ્રજાપતિ પ્રકારનો છે.
રાજકુળની પ્રણાલિકા અનુસાર રાજા પોતાની રાજકુંવરીના વિવાહ માટે બીજા રાજાના રાજકુમાર સાથે સંબંધ બાંધવા માટે રાજદૂત દ્વારા સંદેશો મોકલાવે છે. લગ્નના આ પ્રસ્તાવનો રાજા સ્વીકાર કરે પછી વિવાહ ઉત્સવની ઉજવણી થાય છે. માતા-પિતા પાર્શ્વકુમારને વિવાહ માટે સમજાવે છે અને ભોગાવલી કર્મના ઉદયથી વિવાહ માટે સંમત થાય છે. ત્યારપછી શુભ દિવસે પાકુમારનો વિવાહ કરવામાં આવે છે અને પાન-સોપારી, ભોજન આદિથી કન્યાપક્ષના નેહીઓનું સન્માન કરવામાં આવે છે.
ભોમવીતી જાણીને જિનજી વિવાહ વાત પ્રમાણીજી, જોડી સગાઈ શુભદિન જોઈ મનમાં ઉલટ આણી જી,
(૧ ૩૧ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org