________________
આધાર લઈને વિવાહલોની રચના કરી છે એમ જણાવ્યું છે. જૈન સાહિત્યની વિશેષતા છે કે લગભગ બધા જ કવિઓ પૂર્વ કાલીન આચાર્ય ભગવંતોએ રચેલા ગ્રંથો કે અન્ય આગમ ગ્રંથોના આધારે રચના કરે છે અને તે રીતે શાસ્ત્ર વચન પ્રમાણભૂત ગણાય છે એટલે સ્વમતિને નહિ પણ શાસ્ત્રાધારને પ્રધાનપણે માનીને રચના કરે છે એટલે જૈન સમાજમાં અતિ સન્માનપૂર્વક સ્વીકારવામાં આવે છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર પોડશ (૧૬) સંસ્કાર જીવનમાં મહત્ત્વના ગણાય છે તેમાં ૧૫મો સંસ્કારવિવાહનો છે જેને પવિત્ર માનીને હર્ષોલ્લાસપૂર્વક શાસ્ત્રીય વિધિ અનુસાર ઉજવવામાં આવે છે. મનુસ્મૃતિમાં વિવાહ સંબંધી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
બ્રાહ્મો દૈવસ્તર્વાષઃ પ્રાબાપત્યસ્તથાડસુરઃ. ગાન્ધર્વો રાક્ષસન્થવ પૈશાચશ્વાષ્ટમોડઘમઃ |
૨૧ બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને આઠ મોઘઅમ પૈશાચ વિવાહ આ આઠ પ્રકારના વિવાહ શાસ્ત્રમાં કહ્યા છે.
(પા. નં. ૧૩૬) કવિએ પ્રથમ ઢાળમાં વિવાહ પ્રસંગને અનુરૂપ આઠ પ્રકારના વિવાહનો ઉલ્લેખ કર્યો છે.
(૧) બ્રહ્મ વિવાહ – બ્રાહ્મણ જ્ઞાતિમાં મંત્રોચ્ચાર પૂર્વક વિવાહ કરીને કન્યાને પરણાવવામાં આવે છે.
(૨) પ્રજાપતિ વિવાહ - વિવાહ એ વંશવેલો વૃદ્ધિ માટેનો પવિત્ર સંસ્કાર છે. વિવાહને કારણે વંશવૃદ્ધિ થાય છે અને જગત અવિરતપણે ચાલે છે એટલે પ્રજાપતિ વિવાહ કહેવાય છે.
(૩) આર્યવિવાહ-વનવાસી ઋષિ ગાયનું દાન કરીને દીકરીને પરણાવે
છે.
(૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org