________________
-- ૧૨. પાર્શ્વનાથજીનો વિવાહલો --
વિવાહલો કાવ્ય પ્રકારની કવિ રંગવિજયની પાર્શ્વનાથજીનો વિવાહલો વિવાહ પ્રસંગનું માહિતીપૂર્ણ નિરૂપણ કરતી શૃંગાર રસની રેલમછેલ કરતી કવિની કલાની દૃષ્ટિએ ઉત્તમ કૃતિ છે. તેની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
આ વિવાહલોનું વસ્તુ ૧૮ ઢાળમાં વિભાજિત થયેલ છે. તેમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનના વિવાહનું રોમાંચક અને ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. કવિએ વિવાહ પ્રસંગની અતિ સૂક્ષ્મ વિગતો અને વ્યવહારનું વર્ણન કરીને વિવાહ પ્રસંગનો સાક્ષાત્કાર કરાવ્યો છે.
કવિએ ૧૮મી ઢાળમાં રચના સમય, ગુરુ પરંપરા અને ફળશ્રુતિની મધ્યકાલીન પ્રણાલિકા જાળવી છે. અનુસાર ઉલ્લેખ કર્યો છે :
પાસ પ્રભુનો વિવાહલો ભણશે સુણસે જેહરે, ટળશે વિરહ દુઃખ તેહનાં લહેશે ઈચ્છિત તેહ રે. પ્ર. ૭ સંવત અઢારસે સાઠનો ધન તેરશ દિન ખાસ રે, ભ્રગુપુર ચોમાસુ રહી કીધો એહ અભ્યાસ રે. પ્ર. ૮ શ્રી વિજયદેવસૂરીતણા લબ્ધિ વિજય વડભાગી રે, તેહના રત્નવિજય ગુણી જિન મતના અનુરાગી રે. પ્ર. ૯ માન વિજય ગણી તેહના વિવેક વિજય તસ શિષ્ય રે, અમૃતવિજય છે તેહના જેહને સબળ જગીશ રે. પ્ર. ૧૦ તસ પદ કમળ ભ્રમર સમો રંગ વિજય કહે રંગ રે, પાસ પ્રભુ ગુણ ગાઈયા ઉલટ આણિ અંગ રે. પ્ર. ૧૧
પાર્શ્વનાથ ભગવાન અને શારદાદેવીને ભાવપૂર્વક પ્રણામ કરીને એમના વિવાહના ઉત્સવને ગાવાનો ઉલ્લેખ કર્યો છે અને આચાર દિનકર ગ્રંથનો
૧૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org